________________
૧૧૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં એસી કહાંસે મતિ ભઈ, આપ આપ હે નાહિં. આપનકુંજબ ભૂલ ગયે, અવર કહાંસે લાઇ, આપ આપ એ શોધસેં, આપ આપ મિલ જાય, આપ મિલન નય આપકે,........................
તેનો અશાય એમ પણ સમજાવા ગ્ય છે કે જ્યાં લગી વસ્તુની (આત્મવસ્તુની) પ્રાપ્તિ નથી ત્યાં લગી તે આમ હશે કે તેમ હશે, એવી ચિત્રવિચિત્ર કલ્પના થયા કરે છે. અને તદનુસાર જલ્પના (વાણીથી કહેવાનું) પણ થયા કરે છે. પણ ત્યારે હજુ શંકાશીલતા કે અનિશ્ચયતા હોવાથી દુઃખની છાયા રહ્યા કરે છે, કારણ કે “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ” પણ જ્યારે વસ્તુની (આત્મવસ્તુની) સાક્ષાત્ પ્રાપ્તિ થાય, આત્મસાક્ષાત્કાર થાય ત્યારે પછી તે આમ હશે કે તેમ તત્સંબંધી કંઈ પણ કલ્પના જલ્પનાને અવકાશ જ રહેતું નથી. એટલે કલ્પના જલ્પનાનું મટવું એ સાક્ષાત્ પ્રાપ્તિની કટી છે. ૫ ૬. હે જીવ, હવે તું શાની ઈચ્છા કરે છે? ઈચ્છામાત્ર દુઃખનું મૂળ છે. આત્મસ્વરૂપ સિવાય અન્ય સર્વ પરની ઈચ્છાથી માત્ર વ્યાકુળતા અને દુઃખ જ પ્રાપ્ત થાય છે. સુખ તો સ્વસ્વરૂપમાં છે. તેથી સ્વરૂપ પ્રાપ્તિ સિવાય અન્ય સર્વ પ્રકારની ઇચ્છાને જ્યારે નાશ થશે ત્યારે જ આત્મબ્રાન્તિરૂપ અનાદિની ભૂલ મટી સ્વરૂપ પ્રાપ્તિ થશે. ૬ ૭. પિતે આત્મા છે છતાં જાણે પિતે આત્મા તો છે જ નહિ અને દેહાદિ જે સર્વ પર તેજ હું અને મારાં છે એમ જે મિથ્થામતિ તને ઉત્પનન થઈ છે તેવી વિપરીત માન્યતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org