________________
અનુભવ
૧૧૩
જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ, મિટે કલપના-જલપના, તબ વસ્તૃ તિન પાઈ
હે જીવ! ક્યા ઈછત હવે? હૈ ઈછા દુઃખમૂલ, જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. તે પિતાની મૂર્ખતા, અણસમજણ ઉપર હસવું આવે છે. અને નિશ્ચય બળવાન થાય છે કે હવે ફરીથી એ ભૂલ કદાપિ નહિ જ થાય. અર્થાત્ સ્વસ્વરૂપને હવે ભૂલીને બીજામાં સ્વપણાની માન્યતા કદી નહિ થાય તે નહિ જ થાય. ૪ ૫. આત્મપ્રાપ્તિ માટે મનની સ્થિરતા તથા વચનની પ્રવૃતિને રોધ થવો જોઈએ. તે વચન પ્રવૃત્તિ બાહ્યથી રેકાય છતાં અંતરંગમાં કલ્પના અને જપના એટલે મનના સંકલ્પવિકલ્પરૂપ કલપના તથા વાણુના અંતરંગમાં અંદરને અંદર કાંઈ બેલારૂપ સૂમ પ્રકારની પ્રવૃત્તિ તે જપના ચાલુ જ હોય છે. તે કલ્પના અને જલ્પના જ્યાં સુધી અંતરમાં થયા કરે ત્યાં સુધી મનની સ્થિરતા થઈ શકે નહિ. તેથી ત્યાં સુધી અનુભવ પ્રાપ્તિ થાય નહિ અને આત્મભ્રાન્તિરૂપ દુઃખનું મૂળ જાય નહિ.
જ્યારે એ કલ્પના અને જલ્પનારૂપ મન અને વચનની અંતરંગ પ્રવૃત્તિ માટે અને મન સ્થિર થાય ત્યારે જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય.
જ્યાં કલ૫ના જલ્પના છે ત્યાં દુઃખની છાયા છે; કલ્પના જલ્પના જ્યારે મટે ત્યારે જ તેણે વસ્તુ પ્રાપ્ત કરી એમ સામાન્ય અર્થ છે. : ૧. પાઠાંતર –કવા ઈચ્છત? ખોવત સખે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org