________________
૧૮ [હા ને ૧/૧૨] અનુભવ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ, સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; એ મુશકીલી કયા કહું ?................................................
અનુભવ ૧. શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવરૂપ, સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર સ્વરૂપ મેક્ષને સાચે માર્ગ પ્રાપ્ત થયે. તેથી સર્વ સંદેહની નિવૃત્તિ થઈ. અને તત્વાર્થ શ્રદ્ધાનથી, પરમ તત્વના નિર્ણયથી નિઃશંકતા પ્રાપ્ત થઈ. જે મિથ્યાત્વાદિજનિત કર્મને બંધ થયા કરતો હતો તે બળી નાશ પામી ગયે અને નિજદેહ, ચૈતન્ય પ્રદેશાત્મક જ્ઞાનસ્વરૂપ (દિવ્ય જ્ઞાનદેહવાળો) આત્મા તે કર્મથી ભિન્ન સાવ સ્પષ્ટ જુદો અનુભવ્યું. ૧ ૨. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સુખનિધાન એવું પિતાનું આત્મસ્વરૂપ, પરદ્રવ્યો અને પર ભાવથી ભિન્ન સમજાતાં, વૃત્તિ પરમાંથી હઠી જઈ અંતર્મુખ થતાં, સ્વાનુભવ દશા જાગે છે. તેથી પોતાના સ્વરૂપની સાચી સમજ જે પ્રાપ્ત થાય તે પછી આત્મસિદ્ધિ સાવ સરળતાથી સાધ્ય થાય છે. તે યથાર્થ સમજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માર્ગપ્રાપ્તિ મુશ્કેલ છે. એ મુશ્કેલી કેટલી હદ સુધીની છે? તે કહેવાય તેમ નથી, અપાર અનહદ છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org