________________
૧૧૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ, ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.૨ જ્ઞાનીના બેધના પ્રતાપે અંતભેદ જાગૃતિ પામી જીવને આત્મદર્શનરૂપ અપૂર્વ તત્વદષ્ટિ પ્રાપ્ત થાય તે પિતાને પરમાત્મ તત્વનું અચિંત્ય અનુપમ સર્વોત્તમ માહાસ્ય સમજાય, લક્ષગત થાય, તેથી તેના અનુભવ અમૃતરસમાં નિમગ્ન રહેવાની નિરંતર તીવ્રતા રહેવું અને તે સિવાય “જગત્ ઈષ્ટ નહિ આત્મથી,” અથવા આખું જગત તે તૃણવત્ તુચ્છ લાગતાં તે પ્રત્યે વૈરાગ્ય ઉદાસીનતા, વીતરાગતા, સમતાભાવ જાગે; અને જ્યાં એ ઉદાસીનતાને અંતરમાં નિરંતર વાસ થાય ત્યાં મેહનીયાદિ ઘાતી કર્મોને નાશ થઈ અનંત ચતુષ્ટયરૂપ પરમાત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય. ત્યાં સર્વ દુઃખ નાશ થઈ અનંત સુખમય પરમપદ પ્રાપ્ત થાય. ૧
૨ એ પરમપદ પ્રાપ્ત થતાં ત્યાં સર્વકાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને દેહ છતાં સાક્ષાત્ મુક્તિ સમાન દેહાતીત જીવન્મુક્ત દશાને અનુભવ થાય છે. જેને છેલ્લે ભવ હોય તે મહાભાગ્યશાળી જીવે એવી સર્વોપરી દશ પામે છે. તેઓ આત્મારામી, નિરંતર સ્વરૂપે રમતા રામ, પિતાના સહજ સ્વરૂપરૂપ નિજ ધામ, સ્વભાવ સમાધિરૂપ નિજ મુક્તિમંદિરમાં નિરંતર નિવાસ કરીને રહે છે અને અનાદિનું પરઘર પરિભ્રમણરૂપ સંસારમાં રઝળવાનું ટાળીને અનંત શાંતિ અને સુખમાં નિમગ્ન બની સદાને માટે ધન્યરૂપ કૃતાર્થરૂપ બને છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org