________________
લેકસ્વરૂપ રહસ્ય
૧૦૯ ૫ જહાં રાગ અને વળી દ્વેષ, તહાંસવદા માને કલેશ; ઉદાસીનતાને ત્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાંનાશ.૧ તેમ નથી. તેથી મનુષ્યદેહની ઉત્તમતા ગણી છે. એ દેહ જો કે પુગલને જ છે છતાં તેમાં ભેદજ્ઞાનને પામી આત્મજ્ઞાન પ્રકાશથી વિરાજતા એ મહાત્મા ધ્યાનમાં એકાગ્ર થાય છે ત્યારે કેઈ ઓર અલૌકિક અભુત આશ્ચર્યકારી દશામાં તે વિચરતા પુરુષભગવાન અત્યંત શાંત સમાધિસ્થ સ્વરૂપનિષ્ઠ સ્વરૂપાનંદમાં નિમગ્ન હોય છે. દેહ છતાં વિદેહી જીવનમુક્ત અબદ્ધ અસંગ સર્વોપરી દશામાં તે વિરાજમાન હોય છે.
ઉત્તમ એવા મનુષ્યદેહને પામીને તેમાં આત્મજ્ઞાન કેવી રીતે પામવું? કર્મોથી કેવી રીતે છૂટવું? ઈત્યાદિ અગત્યની સમજણ જીવને પ્રાપ્ત કયારે થાય? જેમ અસ્થિર જળમાં પ્રતિબિંબ દેખાય નહિ પણ સ્થિર જળમાં બરાબર દેખાય તેમ ચિત્ત સંકલ્પ વિકલ્પમાં વહ્યા જતું હોય ત્યાં સુધી તેમાં આત્માસંબંધી જ્ઞાન થઈ શકતું નથી. પરંતુ જ્ઞાનીના વેગે ચિત્તને એકાગ્ર કરી તેમાં આત્મવિચાર અને આત્મજ્ઞાન પ્રગટે તેવી ગ્યતા પ્રથમ આવવી જોઈએ. અર્થાત્ જ્ઞાનીની આજ્ઞામાં નિરંતર ચિત્તને એકાગ્ર કરવાથી અન્ય અસ્થિરતા, સંકલ્પ વિકલ્પ મટે અને તેથી સવિચાર અને આત્મજ્ઞાન પ્રગટવાને જોગ બને. પ-૬
૧. ચિત્તમાં સંકલ્પ વિકલ્પરૂપ ક્ષેભ, અસ્થિરતા રાગદ્વેષને લીધે થયા કરે છે. અને જ્યાં સુધી એ રાગદ્વેષ કે સંકલ્પ વિકલ્પ છે ત્યાં સુધી સર્વદા સંસાર કલેશ ટકી રહે છે. પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org