________________
લોકસ્વરૂપ રહસ્ય
૧૦૫
ઉદાસીન સહાયક), આકાશ, (અવકાશ આપવામાં સહાયક) અને કાળ, (પરિણમનમાં સહાયક) એ ચાર દ્રવ્ય જીવને કંઈ પણ બંધનાં કારણે થતાં નથી. માત્ર એક પુદ્ગલ દ્રવ્ય જીવને બંધને હેતુ થાય છે. લેકમાં સર્વત્ર અનંતા જીવે છે. તેનાથી અનંતાનંત ગુણાં પુગલે છે. જીવ સ્વભાવે અરૂપી અસંગ અપ્રતિબદ્ધ હોવા છતાં રાગદ્વેષ અજ્ઞાન આદિ વિભાવથી કર્મનેકર્મરૂપે શરીરાદિ ગુગલેના સંગ સંબંધે બંધન પામી અનાદિથી સંસાર પરિભ્રમણરૂપ અશુદ્ધ અવસ્થાને પામી દુઃખી દુઃખી થઈ રહ્યા છે. જે જીવો રાગદ્વેષ અજ્ઞાનને ટાળી સ્વભાવદશા પ્રાપ્ત કરે છે તે સંસારથી મુક્ત થઈ લેકાગ્રે મેક્ષ સુખમાં અનંત કાળ માટે વિરાજમાન થાય છે.
એ છએ દ્રવ્ય લેકમાં એક ક્ષેત્રાવગાહપણે એક જ સ્થાનમાં સાથે—બધાં જ રહે છે છતાં સૌ પિતપોતાના સ્વભાવને ત્યાગતાં નથી. પરમાં ભળી જઈ પરરૂપ થતાં નથી. તેમ જેટલા જીવે છે તે ત્રણે કાળ તેટલા જ રહે છે. તેમજ જેટલાં પુગલ પરમાણુ છે તે પણ ત્રણે કાળ તેટલાં જ રહે છે. કેઈ વધઘટ થતા નથી. કારણ આ સર્વ દ્રવ્ય અનુત્પન્ન હોવાથી અવિનાશી છે. માત્ર જીવ પુદ્ગલને સંગ સંબંધ થાય છે. અથવા પુદ્ગલેને પરસ્પર સંગ વિયેગ થાય છે. પરંતુ મૂળ દ્રવ્યપણે એક પણ દ્રવ્ય વધતું ઘટતું નથી. તેથી દ્રવ્યદષ્ટિથી જોતાં લેકનું સ્વરૂપ ત્રણે કાળ એક સરખું જ જણાય છે. પર્યાયદષ્ટિથી અવસ્થાન્તર પામ્યા કરે છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org