________________
૧૦૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જે ગાયો તે સઘળે એક, સકળ દર્શનેએજ વિવેક સમજાવ્યાની શૈલી કરી,સ્યાદ્વાદસમજણપણુંખરી. ૧ તેથી છૂટવાની તીવ્ર જિજ્ઞાસા સહિત વૈરાગ્યભાવ જાગ જોઈએ. વૈરાગ્ય હોય તે ગુરુ જ્ઞાની છે કે નહિ તે ઓળખાય. તે વૈરાગ્ય પૂર્વનાં પુણ્યરૂપ મહાભાગ્ય હોય તો અથવા પૂર્વે ધર્મ આરાધના કરી હોય તે, સહેજે પમાય. નહિ તે આ ભવમાં પણ જે કંઈ સત્સંગને જેમ બને અને તેને રંગ લાગે તો સાચે વૈરાગ્ય જાગે. અથવા પિતાનાં અત્યંત પ્રિય માનેલાં એવાં સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન આદિના વિયોગના કે શારીરિક વ્યાધિ આદિના કેઈ દુઃખના પ્રસંગ પ્રાપ્ત થતાં સંસાર આ જ અસાર, અનિત્ય, અશરણરૂપ, દુઃખથી ભરપૂર છે એમ સમજાઈ તે પ્રત્યે વૈરાગ્ય જાગે અને તે આત્મહિતની ઈચ્છાથી સદ્ગુરુને ગ શોધે તે માર્ગને પામી કૃતાર્થ થવાય. ૧-૨
૧. સર્વ દર્શને, ધર્મ મતોએ પિતપેતાની જુદી જુદી શલીમાં એક એજ પરમાત્મતત્વને ગાયું છે. તેમજ સંસાર અસાર અને કેવળ દુઃખરૂપ હોવાથી તેને તજવાને અને એક એજ પરમાત્મસ્વરૂપને ભજવાને વિવેક વિચાર પણ સર્વ દશનેમાં પિત પિતાની શૈલીએ દર્શાવેલ જણાય છે. પરંતુ તે યથાર્થ સંપૂર્ણ સમજાવવા માટે તે વસ્તુના અનંત ગુણ ધર્મોને અનુલક્ષીને સર્વજ્ઞ ભગવાને જે સ્યાદ્વાદ શૈલી પ્રરૂપી છે તે ખરી યથાર્થ, સર્વોત્તમ છે. તેથી વસ્તુનું સર્વાગ વાસ્તવિક સંપૂર્ણ યથાતથ્ય જ્ઞાન, સમજણ પ્રાપ્ત થાય છે. ૧ ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org