________________
લેકસ્વરૂપ રહસ્ય
૧૦૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય,
તે ઊપજવા પૂવિત ભાગ્ય; તેમ નહીં તો કઈ સત્સંગ,
તેમ નહીં તે કંઈ દુઃખરંગ. ૨
થયા કરે. માટે એ શંકાઓનું સમાધાન સત્વર થઈ નિશક્તા પ્રાપ્ત થાય તે જ ચિત્તશાંતિ થાય અને સંતાપ ટળે. તે શંકાઓનું સમાધાન કેની પાસેથી કરવું ?
જેને જ્ઞાનદશા જાગી નથી એવા અજ્ઞાની પિતે તે અજ્ઞાનવશાત્ તેવી અનેક શંકાઓમાં ડૂબેલા છે, તેથી ત્યાંથી તે યથાર્થ સમાધાન થાય જ કયાંથી? માટે જેને જ્ઞાન પ્રગટયું છે એવા જ્ઞાની સિવાય બીજે સ્થળેથી તે યથાર્થ સમાધાન થવું શક્ય જ નથી. ભાગ્યગે એવા જ્ઞાનને જે વેગ થયે તે પછી ત્યાં જ્ઞાની પાસે જ્ઞાન જ છે, અજ્ઞાનને સંભવ જ નથી. એમ જાણી તે જે જ્ઞાન ઉપદેશે તેમાં સંદેહ રાખવા
ગ્ય નથી. પરંતુ તેજ યથાર્થ સત્ય છે એમ નિઃશંકપણે અવિચળ શ્રદ્ધાપૂર્વક પ્રમાણ કરી તેને બહુમાન, આદર, રુચિપૂર્વક ઉપાસવા ગ્ય છે.
જ્યાં પ્રભુભક્તિ અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસના છે ત્યાં જ્ઞાન છે, અર્થાત્ તેવી શુદ્ધ સહજ આત્મસ્વરૂપની આરાધના પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રગટે, તે શુદ્ધાત્માની ઉપાસના પામવા માટે જ્ઞાની સરુની પ્રાપ્તિ થવી જોઈએ, અને તેમને ભગવાનરૂપ ગણી આરાધવા જોઈએ. ગુરુ જ્ઞાની છે કે નહિ તે ઓળખવા માટે અંતરમાં સંસાર કારાગૃહરૂપ દુઃખમય જાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org