________________
[૭૦] આત્મધર્મ અને ગુરુસેવા વિસં. ૧૯૪૫ ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨
૧૬
આત્મધર્મ અને ગુરુસેવા ૧. એક જ પદાર્થને, જેમ વાદળાંવાળા કે વાદળાં વગરના દિવસ કે રાત્રિમાં, કેઈ બાળક, વૃદ્ધ, ચિત્તભ્રમવાળા કે વિકારી નેત્રવાળા મનુષ્ય કે પશુ વગેરે જુદા જુદા પ્રકારે દેખે છે, સમજે છે, તેમ જગતના જ ધર્મસંબંધી પિત પિતાની સમજણ, પશમ, કુળસંસ્કાર તથા મળેલા ઉપદેશ અનુસાર અનેક પ્રકારે ભિન્ન ભિન્ન દૃષ્ટિ અથવા મત ધરાવે છે.
જગતમાં જે અનેક પ્રકારના ધર્મમત પ્રવર્તે છે તેનું કારણે પ્રાયે, સામાન્યપણે એવી ઓઘદ્રષ્ટિ છે. ' અર્થાત્ આ જગતમાં જુદા જુદા ધર્મમત દેખવામાં આવે છે તે દષ્ટિના ભેદના કારણે છે. એ સર્વ ધર્મમતે પરમાર્થથી એક તત્ત્વના મૂળમાં વ્યાપીને રહ્યા છે એમ માને, સમજે. ૧ ૨. તે તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ એ મૂળ છે. અને એ આત્મધર્મરૂપ સ્વભાવ જેનાથી પ્રાપ્ત થાય, પ્રગટ થાય તેજ અનુકૂળ, યથાર્થ ધર્મ છે. અર્થાત્ આત્મસ્વભાવને આવરણ કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org