________________
બ્રહ્મચર્ય મહિમા
સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે.
મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રને નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહિ.
પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અ૫ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહિ.
“સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય” અદ્દભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. ૭
– શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org