________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-આધાં પાત્ર વિના વસ્તુ ન રહે, પાવે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા એવો સદા, બ્રહ્મચર્ય અતિમાન. ૭
અનુપમ સુખરૂપ સર્વોત્તમ ફળને પામશે. અને મનુષ્યભવ આદિ સર્વ દુર્લભ ગની સફળતા સાધી પરમ ધન્યરૂપ બનશે. ૭. જેમ સિંહણનું દૂધ માટીના વાસણમાં ટકે નહિ પણ તેને માટે સુવર્ણનું પાત્ર જોઈએ તેમ આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી ગ્યતા આવવા બ્રહ્મચર્ય સર્વોપરી સાધન છે. માટે હે મતિમાન મુમુક્ષુઓ! તમે સદાય બ્રહ્મચર્યનું પાલન કરે.
પાત્ર વિના વસ્તુ નહિ રહે કારણ કે વસ્તુ માટે ભાજન જોઈશે. પાણું આદિ માટે પાત્ર જોઈએ તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે. એ મેટો થંભ છે. જે મન વિષય વિકારમાં જાય તે કટાર લઈને મરી જજે, ઝેર ખાજે. જીવને આત્માનું ભાન નથી, ખબર નથી. જીવને એક સારી વસ્તુ મેટામાં મટી બ્રહ્મચર્ય છે. પિતાની કે પારકી સ્ત્રી સેવન ન કરવી. આ લેક સ્ત્રીથી બંધાણે છે. અને તેથી જન્મ મરણ થશે. માટે એ મૂક. મૂક્યા વગર છૂટકે નથી. એ ચમત્કારી વાત છે. જે એ લેશે તેનું કામ થઈ જશે. વીતરાગ માર્ગ અપૂર્વ છે. જેટલું કરે એટલું ઓછું છે. માટે પાત્ર થવા બ્રહ્મચર્યને બુદ્ધિમાને નિરંતર સેવે છે.” – શ્રીમદ્ લઘુરાજ સ્વામી
એગ્યતા માટે બ્રહ્મચર્ય એ મેટું સાધન છે. અસત્સંગ એ મોટું વિધ્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org