________________
બ્રહ્મચર્ય મહિમા જે નવવાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ
ભવ તેને લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ ૫ સુંદર શિયળ સુરતરુ, મન વાણું ને દેહ;
જે નરનારી સેવશે, અનુપમ ફી લે તેહ. ૬ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એજ વૃત્તિનું અવલંબન આત્માથી જીવોએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા એગ્ય છે.” ૪
– શ્રીમદ્ રાજચંદ્ર ૫. ભગવંતે વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે નવ વાડ કહી છે : (૧) વસતિ, (૨) કથા, (૩) આસન, (૪) ઈન્દ્રિય નિરીક્ષણ, (૫) કુક્યાંતર, (૬) પૂર્વકીડા, (૭) પ્રણત, (૮) અતિમાત્રાહાર, (૯) વિભૂષણ.
બ્રહ્મચર્યની રક્ષા કરવા માટેની આ નવ વિધિને નવ વાડનું રૂપ આપી તત્વોએ અદ્ભુત બોધ પ્રકાર છે. આત્માનંદથી પરિપૂર્ણ અનંત આત્મિક સુખને આપનાર આ શિયળ, બ્રહ્મ ચર્યરૂપ મહાવ્રતને જે મેક્ષાથીએ નવ વાડરૂપ નવ વિધિથી સુરક્ષિત રાખી વિશુદ્ધપણે નિર્દોષપણે તે વ્રત ધારણ કરે છે, પાલન કરે છે, તે મહાભાગ્ય આખો સંસાર સમુદ્ર સહેજે તરી જઈ તેને કાંઠે આવી જાય છે. તેને અલ્પમાત્ર સંસાર બાકી રહે છે. તેથી તે શીધ્રમુક્તિગામી બને છે. એમ તત્ત્વનું કથન છે. ૫ ૬. આ શિયળરૂપ સુંદર કલ્પવૃક્ષને જે ભાગ્યશાળી નરનારીઓ મન વચન કાયાથી સેવશે તે સ્વર્ગ અને મોક્ષના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org