________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં તેથી જેણે સ્ત્રીને, સ્ત્રી પ્રત્યેના મેહને, આસક્તિને ત્યાગ કર્યો તેણે વાસ્તવિક રીતે આખા સંસારને, સંસાર ઉપાધિના મૂળનો ત્યાગ કર્યો એમ જ્ઞાનીઓ કહે છે. કારણ તેથી જીવ અન્ય સર્વ બંધને ટાળી નિરારંભી અને નિષ્પરિગ્રહી થઈ, સદ્ગુરુની આજ્ઞા આરાધવામાં જીવન સમર્પણ કરી, સત્સંગ સદુધના પ્રતાપે સ્વપર શ્રેયને સાધી પરમ કૃતાર્થ થઈ જાય છે.
માટે જેણે એક અબ્રહ્મને ત્યાગ કર્યો તેણે વાસ્તવિક રીતે કેવળ શેકસ્વરૂપ અને ત્યાગવા ગ્ય એવું સર્વ–પરરમણતારૂપ અકાર્ય–ત્યાગી દીધું. એજ કારણથી પાંચેય મહાવ્રતમાં બ્રહ્મચર્ય મહાવ્રતને સર્વોપરી ગયું છે.
જેની કેડને ભંગ થાય છે તેનું પ્રાયે બધું બળ પરૂિ ક્ષીણપણને પામે છે, તેમ જેને જ્ઞાનીના કૃપાપ્રસાદે બ્રહ્મવ્રતની પ્રાપ્તિ થાય છે તેને સંસાર વાસનારૂપ મેહની કેડનો ભંગ થઈ જાય છે અને તેથી અનુક્રમે મેહને પરાજય કરી, સર્વ કર્મોને ક્ષય કરી, અનંત સુખશાંતિ અને આનંદનું ધામ અજરામર શાશ્વત એવું નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ મેક્ષપદ પ્રાપ્ત કરી તે સંસારરૂપ અનંત કલેશનો સર્વથા અંત આણે છે. તેથી તેને પરરમણતારૂપ અબ્રાથી ભવમાં ભટકવાનું ટળી જાય છે, અને આમરમતારૂપ બ્રહ્મનિષ્ઠ દશાથી નિજ આનંદમંદિરમાં નિરંતર નિવાસ પામી તે શાશ્વત સુખ અને શાંતિમાં સદાને માટે વિરાજમાન થઈ પરમ ધન્યરૂપ, ત્રણે લેકમાં પૂજ્ય જગતશિરોમણિ સિદ્ધ પરમાત્મા બને છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org