________________
બ્રહ્મચર્ય મહિમા
૮૯ આ સઘળા સંસારની, રમણ નાયકરૂપ; - એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શેકસ્વરૂપ. ૨ તલ્લીન રહી ઇન્દ્રિયયથી સ્વાનુભવ સ્વરૂપાનંદને આસ્વાદે છે, તે મહાભાગ્ય સંયમી ભગવાન સમાન ધન્યરૂપ છે. ૧ ૨. આ આખો સંસાર, જન્મમરણરૂપ પરિભ્રમણ, સ્ત્રીથીજ, સ્ત્રીમાં આસક્તિથી જ ઊભો થયો છે, ટક્યો છે.
તેથી સમસ્ત સંસાર પરિભ્રમણરૂપ દુઃખદ અવસ્થાનું મુખ્ય કારણ સ્ત્રીમાં અનુરાગરૂપ અબ્રહ્મસેવન છે. એક સ્ત્રીમાં આસક્તિરૂપ અબ્રહ્મચર્યથી સંતાન પરંપરાની અને ગૃહ કુટુંબ પરિવારાદિ સંસારની સમસ્ત ઉપાધિ કે આરંભ પરિગ્રહરૂપ ભયંકર બંધ અવસ્થા ઊભી થાય છે. તેથી ધનાદિ ઉપાર્જન અર્થે નિશદિન ઘાંચીના બળદની માફક જીવને પરાધીનપણે મંડ્યા રહેવું પડે છે. તે કારણે સત્સંગ, સબંધ આદિ પરમાર્થ આરાધવાને કે નિજવિચાર કર્તવ્યરૂપ ધર્મથી આત્મશ્રેય સાધવાને અલ્પ પણ અવકાશ પ્રાયે પ્રાપ્ત થતું નથી. જેથી અમૂલ્ય મનુષ્યભવ આદિ દુર્લભ ગ વ્યર્થ ગુમાવી દઈ, અમૂલ્ય કમાણ હારી જવા જેવું થાય છે.
“જે કે સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દેષ છે, અને એ દેષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત, આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું” એજ શ્રેયસ્કર છે. તેથી સ્ત્રીને પર્યાય દષ્ટિથી જોવા કરતાં દ્રવ્ય દૃષ્ટિથી, આત્મારૂપે જોવાય તે નિર્વિકાર દૃષ્ટિ સાધ્ય થાય અને સર્વ શ્રેયનું મૂળ એવું બ્રહ્મચર્ય પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org