________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું ન દેતાં, દક્ષ્યને અદશ્ય કરી, અદશ્યને દશ્ય કરી, અંદર રહેલા ચૈતન્યને જોઉં, અંતર દ્રષ્ટિથી સર્વત્ર આત્મા, આત્મા, તુહિ, તંહિ, એક એજ પરમાત્મતત્ત્વને જોઉં, સર્વ આત્માઓનું અને મારું મૂળ શુદ્ધ ચૈતન્ય આનંદઘન પરમાત્મસ્વરૂપને ચિંતવું, ભાવું, ધ્યાવું, અનુભવું તે કેવું અપૂર્વ આત્મશ્રેય સધાય ? દરેક શરીરમાં બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ આત્મા તે મૂળ શુદ્ધ ચિદાનંદ જ્ઞાનમય પરબ્રહ્મ પરમાત્મા સમાન જ છે. તેથી, ગુરુગમે પ્રાપ્ત અંતરંગ દૃષ્ટિથી સાથે, એ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદમય પરબ્રહ્મ સ્વરૂપ મારા આત્મામાં વૃત્તિની એકાગ્રતારૂપ રમણતા કે ચર્ધારૂપ બ્રહ્મચર્ય એ જ અહો મારું સર્વોપરી દયેય! એ મારા અભુત અચિંત્ય સુખનિધાન સ્વરૂપાનંદને મૂકીને અન્યત્ર અ૫ પણ સુખની સંભાવના સંભવે જ ક્યાંથી?
જગત ઈષ્ટ નહિ આત્મથી,” અથવા “આત્માથી સૌ હીન” એ પરમ કૃપાળુ જ્ઞાનીઓને નિષ્કર્ષરૂપ પરમ નિશ્ચય, અસાર ભેગથી વૈરાગ્ય અને પરબ્રહ્મરૂપ નિજ સ્વરૂપમાં વૃત્તિની રમણતા, ચર્યારૂપ બ્રહ્મચર્યનું ઉત્કૃષ્ટ માહાત્મ્ય પ્રતિબોધે છે. તેથી મારા અંતરંગ આત્મિક સામ્રાજ્યરૂપ અનંત જ્ઞાનાદિ સ્વાભાવિક આત્મઐશ્વર્ય આગળ આ જગત કે ત્રણેક તૃણ સમાન તુચ્છ છે, તે આવાં કઈ પણ પ્રભને મને મેહ, મમત્વ કે આસક્તિનું કારણ બની શકે જ કેમ? ઈત્યાદિ સાધના પ્રબળ અવલંબને, બ્રહ્મચર્યરૂપ અમૂલ્ય મહા વ્રત વિભૂષિત જે બ્રહ્મનિષ્ઠ વિવેકી મહાત્મા સુંદર સ્ત્રીના રૂપથી લેશ પણ વિકાર પામવાને બદલે સ્ત્રીના શરીરને જડ લાકડાના પૂતળા જેવું ગણે છે અને પિતે નિર્વિકાર પરમાનંદમય પરબ્રહ્મની ભાવનામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org