________________
૧૫ [ માત ૩૪] બ્રહ્મચર્ય મહિમા
(દેહરા) નિરખીને નવયૌવના લેશ ન વિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧
૧૫
બ્રહ્મચર્ય મહિમા ૧. નવીન યુવાવસ્થાને પામેલ, સર્વાગ સુંદર એવી નવયૌવનાને જોતાં, દષ્ટિ તેના રૂપ ઉપર સ્થિર થતાં, વિવેકીને અલ્પ પણ વિષયની ઈચ્છાથી વિકારભાવ કે કામગની ઈચ્છાનું મૂળ પણ ઊગવું સંભવતું નથી, પણ સતત જાગૃત એવી તત્ત્વદષ્ટિથી દેહ અને આત્માને ભેદ સ્પષ્ટ ભાસ્યમાન થઈ ભેદવિજ્ઞાનની ભાવના પ્રબળપણે કુરાયમાન થાય છે. અને તેથી ચિંતવે છે કે અહો ! સુંદર દેખાતી એવી આ ઇન્દ્રવારણાં (વિષફળ) જેવી કાયાને વિચારવાનને કદી વિશ્વાસ કે મેહ થ ઘટે ખરે કે ? જ્ઞાનીઓએ તેને મળમૂત્રની ખાણ, અશુચિને ભંડાર, રેગ જરા મરણાદિને રહેવાનું ધામ, ક્ષણમાં વિણસી જવાના સ્વભાવવાળી ક્ષણભંગુર, અસાર, અન્ય, અને દુઃખને જ હેતુ ગણું છે તે કેવળ સત્ય છે. તેમાં પ્રેમ, પ્રીતિ, મેહ, મમત્વ, આસક્તિ કે વિકારભાવ ગર્ભાવાસરૂપ ભયંકર કારાગૃહનાં કારમાં દુખેથી માંડી, જન્મ જરા મરણ આધિ વ્યાધિ ઉપાધિરૂપ આખા સંસાર પરિભ્રમણનો હેતુ બને છે, અને સંસારનાં બંધનેમાં સદાય જકડાઈ રહેવું પડે છે, માટે તે દેહ તરફ દષ્ટિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org