________________
૮૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પિપિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા એવા ભલા ભડવીર તે અંતે રહેલા રેઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૭
૭. જે તરવાર ચલાવવામાં બહાદુર હતા, પોતાની ટેક માટે મરનાર હતા, સર્વ રીતે સંપૂર્ણ જણાતા હતા, હાથીને હાથથી હણીને જે સિંહ સમાન બળવાન દેખાતા હતા, એવા શૂરવીર પણ અંતે રડતા જ રહી ગયા. માટે હે ભવ્ય ! આટલું નક્કી જાણજો અને મનમાં ચક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org