________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં કરશે ક્ષય કેવળ રામ કથા
ધરશે શુભ તસ્વરૂપ યથા; પચંદ પ્રપંચ અનંત દહે,
ભજીને ભગવંત ભવંત લહે. ૫ મંત્ર જે ઉત્તમ બીજે મંત્ર કહ્યો નથી. માટે એ ભગવાનને ભજીને ભવભ્રમણને અંત આણે. ૪
પરદ્રવ્યમાં અલ્પ પણ મેહ, મમતા રાગભાવ છે ત્યાં સુધી સર્વ શાસ્ત્રોને જાણનાર પણ મુક્ત થતા નથી. તેથી રાગદ્વેષ મેહ આદિ કર્મબંધનાં કારણે, તેની કથા, સર્વથા તજી દેશે તે જ પવિત્ર એવું આત્મતત્ત્વ હૃદયમાં ધારણ કરવા, અને તેને પ્રગટ કરી સદાય તેથી વિરાજિત રહેવા, ભાગ્યશાળી થશે. પરમ તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આત્મજ્ઞાનથી પ્રગટતા આત્મધ્યાનરૂપ પ્રબળ અગ્નિ વડે કર્મના અનંત પ્રપંચને, વિસ્તારને, માયા જાળને, બાળી ભસ્મ કરી દો, અને શુદ્ધ સહજ આત્મસ્વરૂપ એવા ભગવાનને ભજીને ભવભ્રમણનો અંત આણે. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org