________________
૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે,
મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા ઘણુદામ ગ્રહે,
ભજીને ભગવંત ભવંત વહે. ૨ સમભાવી સદા પરિણામ થશે,
જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે,
ભજીને ભગવંત ભવંત લહે. ૨. ભગવાનની ભક્તિથી, પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થતાં, શુદ્ધ આત્મસ્વરૂપને અતીન્દ્રિય આનંદ પ્રગટે છે, અને તેથી અંતરમાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સંસારના સમસ્ત તાપ તેમજ ઉતાપરૂપ ચિંતા, ફિકર, પીડા આદિ દુ:ખ મટી જઈ પરમ શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. - વળી પ્રભુભક્તિથી વિના મૂલ્ય, પૂર્વકૃત કર્મોની અત્યંત નિર્જરા (એકદેશ ક્ષય) થાય છે. માટે ભગવાનને ભજીને ભવ ભ્રમણને અંત પામે. ૨ ૩. આત્માથી ભિન્ન અનાત્મસ્વરૂપ, જડ એવા દેહાદિમાં મોહમમત્વ હેવાથી તેમાં રાગદ્વેષ, ઈષ્ટ અનિષ્ટ આદિ શુભઅશુભ ભાવે થયા જ કરે છે. તે વિષમ પરિણતિ કર્મબંધનું કારણ થાય છે. ભગવાનની ભક્તિથી શુદ્ધ ભાવ અને સ્વરૂપદર્શન પમાય છે તેથી સમતાભાવ કે સમપરિણતિ આવે છે, જેથી નવીન કર્મબંધ અટકે છે. અને પૂર્વ સંચિત કર્મ ક્ષય થાય છે. અર્થાત્ અબંધદશા પ્રાપ્ત થાય છે. નિગોદાદિ અધે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org