________________
૧૩
મિ માત્ર ૧૫] ભક્તિનો ઉપદેશ
તેટક છંદ શુભ શીતળતામય છાંય રહી, - મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહ તરુ કલ્પ અહે,
ભજીને ભગવંત ભવંત લહે. ૧
૧૩
ભક્તિને ઉપદેશ ૧. ત્રણ લેકમાં સર્વ ઉપર જેની એકછત્ર આપ્યું વર્તે છે એવા રાગદ્વેષ, મેહ આદિ અંતરંગ શત્રુઓને જેણે જીત્યા, તે જિન, અરિહંત, વીતરાગ, સર્વજ્ઞ, પરમ આત્મ એશ્વર્યપદે યુક્ત, પરમાત્મપદે વિરાજમાન, જિનેશ્વર ભગવાન નની ભક્તિ અહો! આશ્ચર્યકારક માહાત્મ્યવાળી છે. કલ્પવૃક્ષ સમાન વાંછિત ફળને એ આપનાર છે. તેથી શુભકર્મરૂપ પુણ્ય ઉપાર્જન થાય છે અને તે સ્વર્ગાદિમાં સુરેન્દ્ર નરેન્દ્રાદિનાં ઉત્તમ સુખ-સમૃદ્ધિપૂર્ણ પદે વિરાજિત કરે છે જે એ કલ્પવૃક્ષની શીતળ છાયા સમાન સુખકર છે અને પરિણામે અજરામરપદ રૂપ શાશ્વત મેક્ષનાં અનંત સુખરૂપ ફળને આપે છે. અહે, ભવ્ય ! આવી કલ્પવૃક્ષ સમાન અનુપમ ફળદાયક પ્રભુભક્તિને તમે ધારણ કરે અને ભગવાનને ભજીને અનંત દુઃખમય અપાર ભવભ્રમણને અંત આણે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org