________________
૭૮
રાણકપુરની પંચતીથી કેટલાંક વર્ષો પહેલાં એક ભરવાડને અહીંની જમીનમાંથી એક જિનમૂતિ હાથ લાગી હતી. એ મૂર્તિ સંપ્રતિકાલીન હોય કે ન હોય પરંતુ શતાબ્દીઓ પહેલાંની પ્રાચીન તે અવશ્ય છે જ. ભરવાડને મૂર્તિ મળી આવ્યા પછી દાદાઈ અને બીજોવાના સાથે મળીને અહીં એક નાનું જિનમંદિર બંધાવી એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. અત્યારના મંદિરની નવચેકીના એક સ્તંભ ઉપર તદન ઘસાઈ ગયેલે શિલાલેખ છે, તેમાં સંવત ૧ર૧૧ ની સાલ વંચાય છે. આ ઉપરથી એમ માનવામાં હરકત નથી કે એ સમયે કે તે પહેલાં બંધાયેલું મંદિર વરકનકપુર તીર્થને જીર્ણોદ્ધારરૂપે સં. ૧૨૧૧ માં અસ્તિત્વમાં આવ્યું હશે. એ પછી એટલે રાણા કુંભાના સમયે (સેળમી શતાબ્દીમાં) દાદાઈમાં રહેતા શ્રીમાલપુરના એક શ્રેષ્ઠીએ બાવન દેવકુલકાવાળું શિખરબંધી ભવ્ય મંદિર અહીં બંધાવ્યું, તે જ હાલ વિદ્યમાન છે. મંદિરમાં એના પ્રાચીન સમયની બાંધણીને કેટલેક ભાગ નજરે ચડે છે, જે એના ભૂતકાલીન ગૌરવની સાખ પૂરી રહ્યો છે.
વરકાણ આજે તે નાનું ગામડું છે, જે દેસૂરી જિલ્લામાં આવેલું છે. અહીં જેનેની વસ્તી બિલકુલ નથી પરંતુ આખા ગેડવાડ પ્રાંતની પંચાયતનું મુખ્ય સ્થળ છે, આ પંચાયતમાં ૩૦૮ ગામેનું જૂથ છે. જ્ઞાતિ અને સંઘના બંધારણની બાંધછોડને નિકાલ કરવાનું આ પીઠ છે. તીર્થને વહીવટ પ્રાંતીય સમિતિના હસ્તક છે.
ગેડવાડ પ્રાંતમાં અનેક લખપતિઓ હોવા છતાં કેળવણીમાં એ પછાત હતે. સરસ્વતીની ઉપાસનાનું એકે સ્થળ અહીં નહોતું. આ ખામીને દૂર કરવા માટે સ્વ. આચાર્ય શ્રીવિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org