________________
વરાણા
હ વલ્લભસૂરિજીની પ્રેરણાથી તેમના શિષ્ય સ્વ. આચાર્ય શ્રીવિજય લલિતસૂરિએ અથાક પરિશ્રમ સેવી અને કેટલાક વિદ્યાપ્રેમીઓના સહકારથી “શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલયની અહીં સ્થાપના કરી, જે વિદ્યાલય આ તીર્થની છાયામાં પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. લગભગ ૨૫૦ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે અને જેનેની વસ્તીના અભાવમાં આ વિદ્યાલય યાત્રાળુઓ માટે એક વિસામારૂપ બની રહે છે.
જે કે શ્રીસંઘે યાત્રાળુઓ માટે બે ધર્મશાળાઓ અહીં બંધાવેલી છે. તેમાં યાત્રાળુને બધી સગવડ રહે છે
આ ધર્મશાળાની પાસે જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બાવન જિનાલય ભવ્ય મંદિર ઊભું છે. લગભગ ૧૫૦ વારના ઘેરાવવામાં આ મંદિરને વિસ્તાર છે, મંદિર પૂર્વ દ્વારનું છે, તેની પૂર્વ અને ઉત્તર બાજુએ વિશાળ ચેક અને ફરતે વંડે છે. વંડાનું પૂર્વ દ્વાર બંધ રાખવામાં આવે છે. જ્યારે ઉત્તર દ્વાર માત્ર ખુલ્લું રહે છે. આખું મંદિર પથ્થરથી બાંધેલું છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાગફણાવાળી રમણીય મૂર્તિ લગભગ ૧ હાથ ઊંચી છે અને તેની ચારે બાજુએ ધાતુનું મેટું અને સુંદર પરિકર નવું લગાડેલું છે. એ પરિકરમાં ૨૩ ભગવાનની પ્રતિમાઓ કરેલી છે. એટલે મૂળનાયક સહિત વીશી ગણાય. પરિકર ઉપર સં. ૧૭૦૭ને લેખ છે પણ મૂર્તિ ઉપર લેખ નથી,
મંદિરને રંગમંડપ વિશાળ છે. તેની ભીંતેમાં થોડીક સુંદર કેરણી જોવાય છે. નવચેકીના સ્તંભે પ્રાચીન જણાય છે. એક સ્તંભ ઉપર સં. ૧૨૧૧ ને ઘસાઈ ગયેલે લેખ છે, જેને ઉલેખ અગાઉ અમે કર્યો છે. નવચેકીના એક સ્તંભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org