________________
પ્રસ્તાવ
રાણકપુર ૫૦૦ વર્ષનું જૂનું સ્થળ છે. સં. ૧૪૯૬ માં ધનકુબેર ધરણુશાહે અહીં અનુપમ ભવ્ય મંદિર નિર્માણ કર્યું ત્યારથી આ તીર્થ અસ્તિત્વમાં આવ્યું છે. એ સમયમાં કે તે પછીના કાળમાં આ સ્થળે બંધાયેલાં કેટલાંક મંદિરે નામશેષ બન્યાં છતાં આ ઉન્નત. અને વિશાળ મંદિર અણીશુદ્ધ બચી શક્યું છે એ જ એની વિશેષતા છે.
અગિયારમી અને તેરમી શતાબ્દીમાં નિર્માણ થયેલાં આબુદેલવાડાનાં પ્રસિદ્ધ મંદિરની બાંધણી અને કારીગરીને વારસે પંદરમા સૈકા સુધી બરાબર જળવાયેલા રહ્યાનું પ્રમાણ આ મંદિર પૂરું પાડે છે. શિલ્પકળાના તુલનાત્મક અભ્યાસીને આવશ્યક એવી બધી સામગ્રી પૂરી પાડી શકે એ જ આ મંદિરની વિશેષતા, એના પ્રાચીન સ્વરૂપમાં જળવાયેલી જોવાય છે; એનું કારણ એ છે કે, હાલમાં જ શેઠ આણંદજી કલ્યાણજી (અમદાવાદ)ની પેઢીએ એનો જીર્ણોદ્ધાર કરાવતાં એના પ્રાચીન સ્વરૂપને જરા સરખી આંચ ન આવે એવી ખાસ • ચીવટ રાખી છે, જે ખરેખર, બીજાં મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ધડો લેવા યોગ્ય બીના ગણાય.
રાણપુર કરતાં પુરાણું એવાં નાડેલ, નાડલાઈ વકાણ અને ઘાણેરાવ–મૂછાળા મહાવીરનાં તીર્થસ્થળો પણ પાસે જ આવેલાં છે. એ સ્થળનાં ચૈત્યોમાં જીર્ણોદ્ધાર થયા પછી એનું પ્રાચીન સ્વરૂપ કેવું હતું એ જાણવાનું મુશ્કેલ બન્યું છે; છતાં કેટલાંક મંદિરમાં શિલા-- લેખો હજી જળવાયેલા છે તે ઉપરથી એના પ્રાચીનત્વનો ખ્યાલ આવે છે અને એના ઈતિહાસ ઉપર આછો ઘેરે પ્રકાશ પડે છે.
આધુનિક શિક્ષણથી આપણી ઈતિહાસ વિશેની ભૂખ જાગી છે ત્યારે મળી આવતી સામગ્રીના આધારે આવાં તીર્થોનો ઇતિહાસ સંકલિત કરવાને આ પ્રયાસ કર્યો છે. એમાં પ્રાચીન એવા શિલાલેખીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org