________________
રાણકપુરની પંચતીર્થી શ્રીજિનકુશળસૂરિએ કરી છે. એની આસપાસ શીષભદેવ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે ભવ્ય પ્રતિમાઓ વિરાજમાન છે. તેની અંજનશલાકા સં. ૧૭૨૪ માં શ્રીવિજય રત્નસૂરિજીએ કરેલી છે. કુલ ૬ પ્રતિમાઓ પાષાણની છે. કેટલાંક શિલ્પ દશમા સિકાનાં હોય એમ લાગે છે.
ભમતીમાં જમણી બાજુએ પાંચ અને ડાબી બાજુએ ત્રણ દેરીઓ છે. જમણી તરફ મોટા ગભારા છે, તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન વગેરેની મળીને ત્રણ મૂર્તિઓ છે.
આ મંદિર માટે એવી દંતકથા સંભળાય છે કે શ્રીયશોભદ્રસૂરિજી અહીં બેસીને ધ્યાન કરતા હતા.
૯ એ જ જેષલ પર્વતની તળેટીમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી મંદિર આવેલું છે. મૂળનાયકની પંચતીથી યુક્ત પ્રતિમા સં. ૧૭૪૯ માં પ્રતિષ્ઠિત છે. મૂર્તિ બદામી વર્ણની ૧ હાથ પ્રમાણ ઊંચી છે, આમાં પાષાણની માત્ર ૩ પ્રતિમાઓ છે.
ગૂઢમંડપના એક થાંભલામાં પદ્માસનસ્થ એક જિનમૂર્તિ છે. જમણી બાજુએ કાઉસગિયા મૂર્તિ છે.
૧૦. એ જ જેષલ પહાડની ટેકરી ઉપર શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ ટેકરીને લેકે “શત્રુ જ્યની ટેકરી” કહે છે અને આ વિશાળ મંદિર સમ્રાટ સંપ્રતિએ બંધાવ્યાનું સૂચવે છે. મંદિર સુધી ચડવા માટે પગથિયાં બાંધેલાં છે.
મંદિરની ચારે બાજુએ બાંધેલે કેટ આજે ભગ્નાવસ્થામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org