________________
નાડલાઈ
છે. મંદિરના સ્થાપત્યમાં કેટલેક સ્થળે કામશાસ્ત્રીય પ્રસંગે દરેલા છે. શિખરમાં એકેક હારમાં પૂતળીઓ ગોઠવેલી છે.
૬. જેષલ પર્વતની તળેટીમાં શ્રીનેમિનાથ ભગવાનનું શિખરબંધી પ્રાચીન અને વિશાળ મંદિર આવેલું છે. મૂળનાયકની મૂર્તિ પંચતીથી યુક્ત છે. તેની નીચે લેખ ઘસાઈ ગયેલે હેવાથી વાંચી શકાતું નથી. મૂળનાયકની બંને બાજુએ છૂટી કાઉસગિયા મૂર્તિઓ છે. ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિકરને ઉપરને ભાગ વિદ્યમાન છે પણ ફણા તૂટી ગયેલી છે. એમાં બંને તરફ ફૂલમાળા અને કળશે લઈને ઊભેલા શ્રાવકે બતાવ્યા છે. બંને બાજુએ હાથીઓની આકૃતિઓ છે.
ગૂઢમંડપમાં ખાલી પબાસન છે. અગાઉ તેના પર મૂર્તિઓ હશે એમ લાગે છે.
નવચેકીમાં બંને બાજુએ બે ગોખલા છે અને બંને તરફની ત્રણ ત્રણ દેરીઓ ખાલી પડેલી છે. આમાં પણ પાષાણની માત્ર ૩ પ્રતિમાઓ છે અને શિલ્પ દશમા સૈકાનાં જણાય છે.
૭. એ જ જેષલ પર્વતની તળેટીમાં સંગઠિયા શ્રી સુપાર્શ્વ નાથ ભગવાનનું શિખરબંધી મંદિર આવેલું છે. આમાં મૂળનાયક ભગવાનની ૧ માત્ર સુંદર પ્રતિમા છે જે પંચતીથી યુક્ત છે. મૂર્તિ પ્રાચીન છે પણ લેખ નથી. મંદિરનું શિલ્પસ્થાપત્ય દશમા સૈકાનું પ્રતીત થાય છે.
૮. એ જ જેષલ પર્વતની તળેટીમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર ઉત્તરાભિમુખ છે. મૂળનાયકની પ્રતિમા ૧ હાથ પ્રમાણુની છે, જેની પ્રતિષ્ઠા સં. ૧૭૬૭માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org