________________
રાણકપુરની પંચતીથી રાજની સાથે જેણે અનેક દેવાલયેથી સુશોભિત શત્રુંજયાદિ મહાતીર્થોની યાત્રા કરી હતી અને અજારી, પીંડવાડા, સાલેર આદિ ગામમાં નવીન જિનમંદિર બંધાવ્યાં હતાં, જીર્ણ મંદિરના ઉદ્ધાર કરાવ્યા હતા અને પદવી–સ્થાપના કરાવી હતી. વળી, દુષ્કાળપીડિત લોકોને માટે અન્નક્ષેત્ર ખુલ્લાં મૂક્યાં હતાં અને જૈનસંઘને મહાસત્કાર કર્યો હતે. આ પ્રકારે અનેક સદ્ગુણરૂપી બહુમૂલ્ય વસ્તુઓથી ભરેલું ધરણાકનું જીવનરૂપ વાહન સંસારસમુદ્રને તરી જવા શકિતમાન બન્યું હતું.
શ્રીધરણકે પોતાની પત્ની ધારલદેવી, તેના પુત્ર સંઘવી જાજ્ઞા અને સં. જાવડ તથા પિતાના મોટાભાઈ રત્ના, તેમની પત્ની રત્નાદે અને તેમના પુત્ર–લાખા, મના, સોના અને સાલિગ આદિ કુટુંબના નામથી સ્થાપેલા રાણકપુરમાં કુંભકર્ણના આદેશથી ગ્રેજ્યદીપક નામનું યુગાદીશ્વર (ાષભદેવ)નું ચૌમુખ મંદિર બંધાવ્યું અને તેની બૃહતપાગચ્છીયા શ્રીજગતચંદ્રસૂરિ–શ્રીદેવેન્દ્રસૂરિના સંતાનીય શ્રીદેવસુંદરસૂરિની પાટે સૂર્યસમા સુવિહિત પુરંદર ગચ્છાધિરાજ શ્રીસેમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ ચતુર્મુખ દેવાલય સૂત્રધાર દેપાકે બનાવ્યું, તે ચંદ્ર-સૂર્યની સ્થિતિ પર્યત કાયમ રહે.” - એક બીજા શિલાલેખથી જણાયું છે કે-“સં. ૧૬૯૭માં અમદાવાદની પાસે આવેલા ઉસમાનપુરાના રહેવાસી પિરવાડ જ્ઞાતીય શા. ખેતા અને નાયકે, જેમને અકબર બાદશાહે જગદગુરુનું બિરુદ આપ્યું છે એવા શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી રાણકપુર નગરમાં સં. ધરણએ બંધાવેલ ચતુર્મુખ વિહારમાંના પૂર્વ દિશાના દરવાજાના સમારકામ માટે ૪૮ સોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org