________________
રાણકપુરની પંચતીથી
મંદિરમાંથી મળી આવે છે. ૨૦ એટલે તેઓ ત્યાં સુધી હયાત હશે એમ તે જણાય છે, પરંતુ તેમની અંતિમ ઘડીઓમાં એમ કહેવાય છે કે, તેમના મોટાભાઈ રતનાશાહે તેમની અભિલાષાને બનતી શક્તિએ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું અને તે મુજબ પાછળનાં આઠ-દશ વર્ષ સુધી રતનાશાહે મંડપમાં જે કામકાજ કરાવ્યું તે ધરણશાહ કરતાંયે વધુ કળામય બને એવી દૃષ્ટિ તેમણે રાખી હતી.
એક શિલાલેખથી જણાય છે કે, અહીં શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર અને પૂર્વ દિશા તરફને મેઘનાદ” મંડપ નવેસર થયે હતે. દેવકુલિકાઓના મૂળનાયકની જુદા જુદા શ્રાવકેએ પ્રતિષ્ઠા કરાવ્યાની હકીકત પણ શિલા લેખમાંથી મળી આવે છે.
બીજું મંદિર
મુખ્ય મંદિર-ધરણવિહારથી લગભગ ૭૫ ગજ દૂર પશ્ચિમ દિશામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મનહર મંદિર ઉત્તર દ્વારનું છે. તેમાં મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની વેતવર્ણ પ્રતિમા રા ફીટ ઊંચી છે. સભામંડપમાં બંને બાજુએ પ્રભુમૂર્તિ બિરાજમાન છે. મંદિરમાં કુલ ૨૮ પાષાણની મૂર્તિઓ છે. આ પૈકી રંગમંડપમાં રહેલી લેખ વિનાની દસમા-અગિયારમા સૈકાની એક મૂર્તિ રાણકપુરનાં બધાં
૨૦. એજન, શિલાલેખ નં. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org