________________
૩૪
રાણકપુરની પંચતીથી પ્રવાહ ધાર્મિકતા તરફ વળ્યો. તેમને પોતાની લક્ષમીની ચંચળતાને અનુભવ થયેલ હતું તેથી તેને સાર્થક કરી લેવા પાછળથી તેઓ માદડીમાં જઈ વસ્યા અને તેની નજીકમાં એક મંદિર બંધાવવા માટે એકાંતમાં આવેલી સુંદર ભૂમિની પસંદગી કરી સં. ૧૪૩૧માં જમીન ખરીદી, જે પાછળથી “રાણકપુર” નામે પ્રસિદ્ધિ પામી, એ વિશે અગાઉ કહેવાઈ ગયું છે.
એ જ તીર્થનાહ્યા માં ધરણા શેઠ માટે ખાસ ધ્યાન ખેંચે એવી હકીકત મળે છે, એને સાર એ છે કે “શ્રીધરણા શેઠ બત્રીશ વર્ષની ભરયૌવનમાં શત્રુંજય પર આવેલા બત્રીશ સંઘ વચ્ચે સંઘતિલક કરાવી ઈદ્રમાળ લઈ ચોથું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચર્યું હતું. આ રીતે તેમણે યૌવન અને સંપત્તિને સાર્થક કરી ઉત્તમ ધર્મકાર્યો કર્યા હતાં.
એક રાત્રે સ્વપ્નમાં ધરણાશાહે બારમા દેવલેકનું નલિની ગુલમ વિમાન” જોયું. એમને ભાવના થઈ આવી કે, “આવી રચનાવાળું દેવાલય જે ભૂમંડલ ઉપર મારાથી બને તે ખરી પ્રભાવના કરી કહેવાય અને સ્વ–પરના કલ્યાણનું કારણ બને. કોઈ પણ રીતે આ મનોરથને પાર પાડવાને સંકલ્પ કરીને તેઓ કુલદેવીની આરાધના કરવા લાગ્યા.
સંકલ્પ પ્રમાણે તેમણે પચાસેક મોટા સેમપુરા શિલ્પીઓને બોલાવ્યા અને તેમની આગળ પિતાને મને રથ વ્યક્ત કર્યો. સ્વપ્નમાં જોયેલા વિમાનના આકારની તેમને વાત કરી. અને સિદ્ધપુરના ચતુર્મુખપ્રાસાદ(રાજવિહાર)ની ખૂબ પ્રશંસા કરતાં જણાવ્યું કે “મારે પણ અહીં તેના જેવું જ દેવળ મેટા
૧૪. પ્રાચીન તીર્થમાલા સંગ્રહ : પૃષ્ઠ ૧૦૬ : કડી : ૬૫ થી ૭૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org