________________
૧૮. .
રાણકપુરની પંચતીથી “રાણિગપુર શ્રીધરણવિહાર
ધનકુબેર ધરણશાહે રાણકપુરમાં શિલ્પકલાના અત્યુત્તમ નમૂના સમાન “ધરણુવિહાર પ્રાસાદ બંધાવ્યું છે. એને
કૈલેશ્વદીપક પ્રાસાદ, ત્રિભુવનવિહાર, નલિની ગુલ્મવિમાન અને ચતુર્મુખપ્રાસાદ” એવાં નામથી પણ સંધાય છે.
આ મંદિર આડાવલાની છેક પશ્ચિમી તળેટીમાં અનેક પ્રકારની વનરાજિ વચ્ચે ઝીણી નકશીથી સુશોભિત વિમાનસમું દેખાય છે. પાંચ વર્ષથી ધરણાશાહની કીર્તિગાથા સંભળાવતું ઉન્નતશીલ અને પિતાની શિલ્પકળાની સૌંદર્ય સુગંધ પ્રસરાવતું આ અટુલું ગેલેક્યદીપક મંદિર, જાણે કાળ અને આક્રમણે સામે અડગપણે ઊભેલું હોય એમ લાગે છે. મંદિરની રચના:
આ ધરણુવિહાર મંદિર ૪૮૦૦૦ વર્ગ ફીટના વિસ્તારમાં આવેલું છે. મંદિરની ઊંચાઈને પ્રમાણમાં જગતી-ભેંયતળિચાની ઊંચાઈ અને વિસ્તાર, ચારે દિશામાં એકસરખાં પગથિયાં, પ્રતેલીઓ (શંગારકી), તે ઉપના મંડપ, દરવાજાઓબધું માપસર એકસરખું નજરે પડે છે. અંદરની બાજુએ ચારે દિશાના ચાર દરવાજા યુક્ત મુખ્ય મંદિર, તેના ચાર સભામંડપ, ચાર વિશાળ મેઘનાદ મંડપ, તેનાં તારણે યુક્ત ઊંચા સ્તંભે, મુખ્ય મંદિરના ચારે ખૂણામાં બબ્બે મંડપ યુક્ત ચાર શિખરબંધી દેરાસરે, ભમતીની શિખરબદ્ધ દેવકુલિકાએ, વચ્ચે વચ્ચે ચારે તરફના એકસરખા મોટા ગભારા, ઉપર બે માળ અને શિખરબંધી રચનાવાળું આ મંદિર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org