________________
૧૯
રાણકપુર
આખુંયે મંદિર સેવાડી તેમજ સેનાણુના પથ્થરથી બાંધવામાં આવ્યું છે. મંદિરની મનહર બાંધણી, મજબૂત ઘાટ, અને પાયાનું ઊંડાણ કેવું હશે એને ખ્યાલ આવે છે. શ્રી. મેહ કવિ કહે છે કે, આ મંદિરને પાયે સાત માથડાં છે. આ ઉપરથી આમાં કેટલું ખરચ થયું હશે અને કેટલી મહેનત મજૂરી અને સમય વીત્યે હશે એની કલ્પના થઈ આવે છે.
મંદિરમાં ૧૪૪૪ સ્તંભેની રચના કરેલી છે. તેમાં ચારે દિશાના મેઘનાદ મંડપના સ્તંભે તે ૪૦ ફીટથીયે વધુ ઊંચા અને પ્રત્યેક કેરણીયુક્ત છે. આ મંડપ સિવાયના બીજા સ્તંભે સાદા છે. મંદિરમાં સ્તની રચના એવી કુશળતાથી સમાંતર કરેલી છે કે ગમે તે સ્થળે ઊભા રહી સામેની દિશામાં બિરાજમાન પ્રભુમૂર્તિનાં દર્શન કરતાં કેઈ સ્તંભનું નડતર થતું નથી.
મુખ્ય મંદિર અને ખૂણુના ચાર ગભારાઓનાં મળીને ૫ મેટાં શિખરે, ૨૪ મંડપ, ૮૪ દેરીઓ,૯ર્ભોયરાં, મુખ્ય મંદિર ઉપર બંને માળમાં ચાર દરવાજાયુક્ત ચૌમુખ પ્રતિમાઓ વગેરેની એકસરખી રચના આ મંદિરમાં કરેલી છે. આવું મેટું વિશાળ અને ભવ્ય મંદિર જોતાં આશ્ચર્યમુગ્ધ બની જવાય છે.
જો કે મંદિરમાં પ્રવેશવા માટે ચારે દિશાના દરવાજાથી જઈ શકાય છે પરંતુ પશ્ચિમ તરફનું દ્વાર ખુલ્લું રાખવામાં આવે છે.
૭. પરિશિષ્ટ પહેલું: કડી: ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org