________________
- રાણકપુરની પંચતીથી
સાદડી :
જોધપુર રાજ્યના ગેડવાડ પ્રાંતમાં ફાલના સ્ટેશનથી પૂર્વમાં ૧૬ માઈલ દૂર આ કસબો મઘાઈ નદીના કિનારે આબાદ છે. વ્યાપારી સગવડવાળા આ ગામમાં અનુમાનતઃ કુલ ૧૨૦૦૦ ની વસ્તી છે. તેમાં વેતાંબર ઓશવાલ-પરવાડનાં મળીને ૧૦૦૦ ઘરમાં ૪૦૦૦ જેનેની વસ્તી છે, જ્યારે
સ્થાનકવાસીઓનાં ૨૫૦ ઘરે છે. ૬ ઉપાશ્રયે, ૨ ધર્મશાળાઓ, ૧ જેની પાઠશાળા અને ૧ છાત્રાલય છે. અહીં કુલ ૫ જેન મંદિરે છે. - સાદડીનાં ૪, રાણકપુર તીર્થનાં ૩, રાજપુરનું ૧ અને માદાનું ૧-એમ કુલ ૯ દેરાસરને વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અહીં છે. અત્યારે તેના કુશળ વહીવટકર્તા મુનિમ શ્રી. હરગોવિંદદાસ છે, જેમની દેખરેખ નીચે રાણકપુર તીર્થ અને મૂછાળા મહાવીર તીર્થને જીર્ણોદ્ધાર થયે છે. પ્રત્યેક યાત્રાળુને તેઓ સારી સગવડ કરી આપે છે. ( વિશાળ રાજમાર્ગની ડાબી બાજુએ રાવળામાં મોટી ધર્મશાળા છે, તેની સાથે નાનું દેવળ છે. ધર્મશાળામાં વાસણ– ગોદડાંની બધી વ્યવસ્થા રહે છે. પાણી માટે રેંટ ગઠવેલે કુવે છે અને સાથે બાગ છે. ભેજનશાળાની પણ અહીં સગવડ છે.
૧. રાવલાની પાછળ આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવનાનું શિખરબંધી મંદિર સૌથી મોટું વીશ જિનાલયવાળું છે. અહીં પાષાણની ૧૪૪ અને ધાતુની ૭૮ મૂર્તિઓ છે. મૂળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org