________________
સાદડી નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની બદામી વર્ણની ૧ હાથ ઊંચી પ્રતિમા છે. સં. ૧૨૨૮ની સાલને લેખ છે. ભેંયરામાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓ છે. સં. ૧૭૫૦માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે છે. મંદિરની સ્થિતિ સારી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ કરે છે.
૨. મેટા દેરાસરની જોડે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘરદેરાસર છે. તેને સં. ૧૭૫૦માં શ્રીસંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આમાં પાષાણની ૩ પ્રતિમાઓ છે. આ મંદિરની સ્થિતિ સારી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એને વહીવટ કરે છે.
૩. શ્રી આત્માનંદ વિદ્યાલયની પાછળ શિખરબંધી શ્રી, આદીશ્વર ભગવાનનું મંદિર છે, જે સં. ૧૯૯૯માં શેઠ ચંદનમલ પુખરાજજીએ બંધાવ્યું છે. વહીવટ પણ તેમને જ છે. આ મંદિરમાં પાષાણુની ૩ અને ધાતુની ૧ પ્રતિમા છે.
૪. ગામથી આશરે ૧ ફર્લોગ દૂર રાણકપુર જવાના રસ્તાની ડાબી બાજુએ જૂની ધર્મશાળામાં શ્રીચંદ્રપ્રભ ભાગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૫૦માં બંધાવેલું છે. મંદિરની આજુબાજુએ ઊંચે વડે બાંધે છે. છૂટા તંભે ઉપર ખુલ્લા મંડપવાળું આ મંદિર મધ્યમ વિશાળતાવાળું છે. મૂળનાયકની મૂર્તિ ૨૯ આંગળી ઊંચી વેતવણું છે. એક ગૃહસ્થ યુગલની મૂર્તિ પણ વિદ્યમાન છે.
આ મંદિરની બાજુમાં શેઠ મૂળચંદ મનજીએ ધર્મશાળા બંધાવેલી છે. તેની પાસે એક હીરાવાવ અને ચેતરે પણ છે. તે ચેતરે સાદડીવાળા શેઠ મૂળચંદ છજમલજીએ બંધાવ્યું છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મંદિર અને ધર્મશાળાને. વહીવટ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org