________________
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमो नमः। यक्षराट् श्रीमणिभद्रो विजयतेतराम् । श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमो नमः। श्रीजयन्तविजयगुरुभ्यो नमः।
પ્રાસંગિક વક્તવ્ય મારા પૂજ્ય ગુરુમહારાજ સ્વ. શ્રી. જયંતવિજયજી મહારાજે લખેલાં તીર્થો વિશેનાં ઐતિહાસિક પુસ્તકે શ્રી. યશવિજય જૈન ગ્રંથમાળા પ્રગટ કરતી રહી છે. તેમના સ્વર્ગવાસ પછી તીર્થો વિશે મારે કંઈક લખવું એ નિર્ણય થતાં “નાકેડા તીર્થ? ભેરેલ તીર્થ અને “બે જૈન તીર્થો ચારૂપ અને મેત્રાણા નામની પુસ્તિકાઓ મેં લખેલી, તે ગ્રંથમાળા તરફથી આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આજે “ચાર જૈન તીર્થો-માતર, સોજિત્રા, ખેડા, ધૂળકા' નામની પુસ્તિકા પ્રગટ થઈ રહી છે.
મારા પરમ ઉપકારી સ્વ. ગુરુમહારાજના કાર્યની પરંપરા જાળવી રાખવી એમાં જ એમનું સાચું સ્મારક રહેલું છે. આથી મારી અલ્પ શક્તિથી મેં જે કાંઈ જ્ઞાન તેમની પાસેથી મેળવેલું તે આ સ્વરૂપે પ્રગટ કરી રહ્યો છું, તેમાં મારી આવડતનું નહીં પણ મારા પૂ. દાદાગુરુ તથા મારા પૂ. ગુરુમહારાજશ્રીની મારા ઉપરની કૃપાદૃષ્ટિનું જ ફળ માનું છું.
આ પુસ્તિકાલેખનમાં પ્રત્યક્ષ દર્શન ઉપરાંત મેં પ્રાચીન–અર્વાચીન પુસ્તકને આધાર લીધે છે તેની સાભાર નેધ લઉં છું અને મારા લખાણને તપાસી લઈ વ્યવસ્થિત કરવા બદલ વ્યાકરણતીર્થ પં. અંબાલાલ પ્રેમચંદ શાહને ધન્યવાદ આપવાનું પણ ભૂલ નથી. નાકેડા તીર્થ, ભેરોલ તીર્થ અને ચારૂપ–મેત્રાણ તીર્થની પ્રગટ થયેલી પુસ્તિકાઓ સમાજમાં ઠીક પ્રમાણમાં ઊપડી રહી છે, એ જાણતાં આ પુસ્તિકા લખવાની મને પ્રેરણા મળી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org