________________
જે કે માત્ર વિશે પુસ્તિકા પ્રગટ થયેલી છે, છતાં માતરના જેને તીર્થત્વ વિશે અમે અમારી શૈલિએ આધારભૂત ઐતિહાસિક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખેડા અને ધોળકા પ્રાચીન નગરે છે. એના ઇતિહાસ વિશે અદ્યાપિ કેઈ સ્વતંત્ર પ્રયત્ન થયો હોય એમ જાણવામાં નથી. સોજિત્રા પણ મધ્યકાળનું છે અને એ વિશે અમારા ધારવા મુજબ જેન દૃષ્ટિએ સર્વ પ્રથમ માહિતી આપવાને અહીં પ્રયત્ન કર્યો છે. ચારે નગર વિશે જોઈએ તેવી સામગ્રી મળતી ન હોવા છતાં જે કંઈ છૂટીછવાયી સામગ્રી મળી તેને સંકલિત કરી એને કાળક્રમિક ઈતિહાસ આપવા આ પ્રયાસ કરેલ છે. આમાં કઈ હકીક્ત વિસંવાદી હેય કે વિશેષ ઉમેરવા જેવી હૈય તે અમને કઈ જણાવશે તે બીજી આવૃત્તિ પ્રસંગે સાભાર સુધારી લેવામાં આવશે.
આ પુસ્તકના સર્જન સમયે ભાવનગરના સેવાભાવી યુવકે–મહેન્સ અનંતરાય ધરમશી ઘેટીવાળા, શ્રી હરકીશનલાલ મણીલાલ ધોરાજીવાળા, શ્રી અનંતરાય અમરચંદ ઝવેરી, શ્રી અમુલખભાઈ લલ્લુભાઈ ઓસવાળ, શ્રી ચંદુલાલ ગીરધરલાલ વલ્લભીપુરવાળા, મારા હાથે તકલીફ હોવાથી લેખનકાર્ય વિગેરેમાં સહાયભૂત બન્યા છે, તે માટે એ ભાઈઓને ધન્યવાદ ઘટે છે.
આ પુસ્તિકાની જેમ કેટલાંક તીર્થો સંબંધી આવી જ નાની પુસ્તિકાઓ-ઝગડિયા, કાવી, ગંધાર, ખંભાત, ભરૂચ, દેવા વગેરે મેં તૈયાર કરી રાખેલી છે. અને બીજી પુસ્તિકાઓ પણ તૈયાર કરી રહ્યો છું, જે જેના સંધમાંથી જરૂરી સગવડ મળતાં પ્રગટ કરવાની મારી ઉમેદ છે.
આ પુસ્તકની પ્રકાશક સંસ્થા શ્રી. યશવિજય જૈન ગ્રંથમાળાએ પિતાનાં સાધન અને સગવડ મુજબ સારાં પુસ્તકે પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું છે તે માટે તેના ખંતીલા કાર્યકરોને અનેકશઃ ધન્યવાદ ઘટે છે.
:
ભાવનગર શીદ વભદેવપ્રાસાત
" ..
મુનિ વિશાલવિયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org