________________
ખેડા રૂપે બિરાજમાન છે. મેરુપર્વત પાસે ગણધર ભગવાનનાં પગલાં છે.
મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં આપણા જમણા હાથ તરફની ભીંતમાં બે પરિકરના ઉપરના ભાગ લગાડેલા છે. પદ્માસનની ગાદી સુંદર શિલ્પયુક્ત છે. એ સિવાય બે પરિ. કરના ઉપરના ભાગ અહીં રાખેલા છે, તેમાં ઈન્દ્રની આકૃતિ કતરેલી છે, જે કઈ પરિકરમાંથી અલગ પડી ગયેલી લાગે છે. ઈંદ્રના પગ પાછળ ચૈત્યવંદન કરતા હોય એવી મુદ્રામાં બે ઇંદ્રો બેઠેલા છે.
આપણું ડાબા હાથ તરફ શ્રીમાણેકસિંહસૂરિનાં પગલાંની દેરી છે. તેની પાસે અંદર જવા માટે દરવાજો મૂકેલે છે. દરવાજામાં પ્રવેશ કરતાં ચેકમાં ચૌમુખજીની દેરી છે.
એ પછી શ્રીવાસુપૂજ્ય ભગવાનને ગભારે છે. તેમાં મૂળનાયક સહિત આરસની ૯ મૂતિઓ ગાદીના શિલ્પસહિત છે. ધાતુની એકલમૂર્તિઓ ૨૪ છે. એકલતીર્થી ૧, પંચતીર્થી ૧ અને એક કમળની આકૃતિ છે, જેને સાત પાંખડી છે. પ્રત્યેક પાંખડી ઉપર બબ્બે જિનમૂર્તિઓ વિરાજમાન છે.
ભેંયરામાં પ્રવેશ કરતાં ભેંયરાના ઉપરના ભાગમાં બે દેરીએ બનાવેલી છે, તેમાં એકેક પગલાંની જોડી છે. શ્રી ગૌતમસ્વામીનાં પગલાં ઉપર સં. ૧૮૮૦ના ફાગણ સુદિ ૨ ને મંગળવારને લેખ છે. બીજા પગલાં ઉપર પણ એ જ ' સંવત-તિથિ છે પણ તે કેનાં પગલાં છે તે જાણી શકાયું નથી.
સેંયરામાં મૂડ ના શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ બિરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org