________________
૪૮
ચાર જૈન તીર્થો તેમજ ભીડભંજન પાર્શ્વનાથ ભટ નું મંદિર એક મોટા વંડામાં–કંપાઉંડમાં આવેલાં છે. બીજાં નાનાં શ્રી શાંતિનાથ, શ્રીવાસુપૂજ્ય, શ્રીચંદ્રપ્રભ, શ્રી અજિતનાથનાં મંદિરો-ગભારા પણ છે. આ મંદિર વિશાળ અને ભવ્ય છે. સો વર્ષનું જૂનું હશે.
કંપાઉંડમાં પ્રવેશ કરતાં પ્રથમ મહાલક્ષ્મી માતાને. ગભારો આવે છે. તેમાં મહાલક્ષ્મી માતાની મનોહર મૂતિ. લગભગ ૧ ફૂટ ઊંચી વિરાજમાન છે. મૂર્તિ નીચે સં. ૧૮૮૦ ના ફાગણ સુદિ ૨ ને મંગળવારને લેખ છે.
બીજે ગભારે શ્રી શાંતિનાથ ભગવાનને છે. આ ગભારામાં મૂળનાયક સાથે આરસની ૬ મૂર્તિઓ છે.
ત્રીજે શ્રી ચકેશ્વરી માતાને ગભારે છે. તેમાં ચકેશ્વરી માતાની ૧ ફૂટ ઊંચી મૂર્તિ છે. મૂર્તિ નીચે સં. ૧૮૮૦ના. ફાગણ સુદ ૨ ને મંગળવારને લેખ છે.
ત્રીજા ગભારાથી જમણા હાથ તરફ માળ ઉપર જવાને દરવાજે છે. મેડા ઉપર ધાતુના શ્રી અષ્ટાપદજીનું દેરાસર છે. “વત્તારિ ગટ્ટ ટુ હોય' એ પ્રકારે ૧૪ ભગવાન છે. ચારે દિશામાં ચૌમુખજીની નીચે પ્રત્યેક દિશામાં છ-છ પ્રભુની. માતાઓ પ્રભુને ખોળામાં લઈને બેઠેલાં છે. એમ દરેક દિશામાં મળીને ૨૪ પ્રભુએ છે. અષ્ટાપદની બાજુમાં સમેતશિખર, અષ્ટાપદ અને મેરુપર્વતની રચનાઓ લાકડાની બનાવેલી છે. મેરુપર્વત ઉપર ચારે દિશામાં એકેક પ્રભુ ચૌમુખ રૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org