________________
૫૬
ભારતીય અભિલેખવિદ્યા મૂળ “પુલિશ સિદ્ધાંત (લગભગ ઈ. સ. ૪૦૦)માં નાની મોટી સંખ્યાઓ આવા શબ્દસંકેત દ્વારા વ્યક્ત કરેલી છે. બ્રહ્મગુપ્ત, લલ વગેરે અનુકાલીન જ્યોતિષીઓએ પણ આ પદ્ધતિને ઠીક ઠીક ઉપયોગ કર્યો છે.
અંકપદ્ધતિની જેમ આ પદ્ધતિમાં પણ કાનાં વાતા પતિ ને સિદ્ધાન્ત પળાય છે. આથી સંખ્યા દર્શાવતાં શરૂઆત એકમના અંકથી કરવામાં આવે છે, પરંતુ શબ્દસંકેતો શબ્દોની જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાતા હોવાથી અહીં સંખ્યા સમજવા માટે “ઊલટી દિશા”નું ખાસ ધ્યાન રાખવું પડે છે. દા. ત. “સિ–રસમાં સારી = ૧ અને રસ = ૬ છે, પરંતુ એ સમાસનો અર્થ ૬૧ છે, ૧૬ નહિ. એવી રીતે સ્વર–વૃતિ–વિષય–ષ્ટિ એટલે ૧૬૫૪૭ની અને કવર–ાન-વિયન-મુનિ–-વિવર–7–રૂવું એટલે ૧,૭૯,૩૭,૦૦૦ની સંખ્યા સમજવાની છે.90
અભિલેખોમાં ઘણા લેખે પદ્યબદ્ધ હોય છે ને તેમાં મંદિરાદિના નિર્માણના સમયનિર્દેશ જેવા ઉલ્લેખ માટે ત્રણ-ચાર આંકડાની મોટી સંખ્યાઓ દર્શાવવાની જરૂર પડે છે. ત્યારે કવિને તે માટે સંખ્યા સૂચક શબ્દસંકેતેનો ઉપયોગ કરવાથી ઘણી સરળતા રહે છે. આથી આ પદ્ધતિનો ઉપયોગ અનેક અભિલેખોમાં થતો આવ્યો છે. એમાં એનો પ્રયોગ સાતમી સદીથી દેખા દે છે. ૮૦ દસમી સદી પછી આ પદ્ધતિનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો જણાય છે, છતાં દાનપત્રો વગેરેમાં રાજાઓની પ્રશસ્તિ પદ્યમાં આપીને દાનને લગતો દસ્તાવેજી ભાગ ગદ્યમાં લખતા, તો મિતિને સમાવેશ તેમાં થઈ જતો. ૮૧ વળી મંદિરનિર્માણ વગેરેને લગતી પ્રશસ્તિ પૂરેપૂરી પદ્યમાં રચાતી, ત્યારે તેમાં પ્રાય મિતિ અંતે ગદ્યમાં લખાતી. છતાં પદ્યબદ્ધ રચનામાં ક્યારેક વર્ષાદિ સમય દર્શાવતો, તો પ્રાચીન અભિલેખોમાં સંખ્યાદર્શક શબ્દો જ વપરાતા, પરંતુ એમાં લંબાણુ ઘણું થતું ને પદ્યની પંક્તિમાં એ શબ્દ પ્રયોજવા માટે કવિને વિકલ્પ માત્ર શબ્દક્રમને મળતો. દા. ત. પુલકેશી બીજાના અિહળે શિલાલેખમાં ભારત યુદ્ધ સંવત ૩૭૩૫ જણાવવા માટે.
त्रिंशत्सु विसहस्रेषु भारतादाहवादित : ।
सप्ताब्दशतयुक्तेषु गतेष्वब्देसु पञ्चसु ॥ ८२ (ત્રીસ ને ત્રિસહસ્ત્રોને ગણું ભારતયુદ્ધથી સાત વર્ષ જીને વર્ષ પાંચ ગયાં તદા.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org