________________
પ
ભારતીય અભિલેખવિધા '' હિંદુ ધર્મનાં મંદિરનું નિર્માણ, પ્રતિમાઓની પ્રતિષ્ઠા અને મંદિરના જીર્ણોદ્ધારને લગતી વિપુલ માહિતી અભિલેખામાંથી પ્રાપ્ત થાય છે. યવન દૂત હેલિઓદર વિદિશામાં કરાવેલો ગરુડધ્વજ ૨૯ ઉદિતાચાર્યો મથુરામાં કરાવેલી ઉપમિતેશ્વર અને કપિલેશ્વરની પ્રતિષ્ઠા ૩૦ પાટલીપુત્રના વીરસેને ઉદયગિરિ(મ. પ્ર)માં કરાવેલી શૈવ ગુફા.૩૧ ચંદ્ર નામે રાજાએ વિષ્ણુપદ ગિરિ પર કરાવેલે વિષ્ણુધ્વજ, દશપુરમાં પટ્ટવાની શ્રેણીએ બંધાવેલું સૂર્ય મંદિર,૩૩ માતૃવિષ્ણુ અને ધન્યવિષ્ણુએ એરણ(મ. પ્ર.)માં કરાવેલો વિષણુને સ્વજસ્તંભ,૩૪ ધન્યવિષ્ણુએ એરણામ. પ્ર)માં કરાવેલો નારાયણને શિલાપ્રાસાદ,૩પ હૂણ રાજા મિહિસ્કુલના સમયમાં માતૃચે. ગોપગિરિ(ગ્વાલિયર)માં કરાવો સૂર્યને શૈલમય પ્રાસાદ, ૩૬ ઉત્તરકાલીન ગુપ્ત રાજ આદિત્યસેને કરાવેલું વિષ્ણુમંદિર,૩૭ મૌખરિ રાજા ઈશાનવમના સમયમાં સૂર્યવર્માએ કરાવેલો શિવાલયનો જીર્ણોદ્ધાર,૩૮ ભાવ બૃહસ્પતિની પ્રેરણાથી સેલંકી રાજા કુમારપાલે કરાવેલો પ્રભાસના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર,૩૯ પ્રભાસમાં શ્રીધરે બંધાવેલાં મંદિરે ૪૦ વીસલદેવના સમયમાં ડભોઈમાં થયેલું વૈદ્યનાથ મહાદેવનું મંદિર,૪૧ આબુના પરમાર રાજા સમરસિંહે કરાવેલો અચલેશ્વર મઠને છ. દ્વાર,૪૨ સૌરાષ્ટ્રના સૂબા સામંતસિહે કરાવેલો દ્વારકાના રસ્તે આવતા રેવતીકુંડને જીર્ણોદ્ધાર વગેરે.
ભૂમિદાનને લગતાં દાનશાસને પરથી કેટલીક વાર મંદિરોના નિમણની માહિતી મળે છે, જેમકે સેલંકી રાજા ભીમદેવ ર જાનાં દાનશાસનમાં આવતા ઉલેખ પરથી. રાણી લીલાદેવીએ લીલાપરમાં કરાવેલાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિર,૪૪ મંડલીમાં મૂલદેવ ૧ લાએ બંધાવેલું ભૂલેશ્વર મંદિર,૪પ સલખણપુરમાં રાણા લૂણપસાકે (લવણપ્રસાદે) કરાવેલાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિર,85 અને લવણપ્રસાદના પુત્ર વીરમે ઘૂસડી (વીરમગામ)માં કરાવેલાં વિરમેશ્વર તથા સૂમલેશ્વરનાં મંદિર.૪૭
સ્ક્રગુપ્તના સમયમાં ગિરિનગરના નગરપાલક ચક્રપાલિતે ત્યાં ચાધારી વિષ્ણુનું ઉત્તુંગ મંદિર બંધાવેલું એ એના શૈલલેખથી જાણવા મળ્યું છે.૪૮
- ભારતમાં સમય જતાં સંખ્યાબંધ મંદિર બંધાયાં, જેમાંના કેટલાંક કાળબળે સમૂળાં નષ્ટ થઈ ગયાં, કેટલાકનું નવનિર્માણ થયું ને કેટલાંક આખાં કે ખંડિત દશામાં મોજૂદ રહેલાં છે. આમાંનાં કેટલાંક લુપ્ત તથા વર્તમાન મંદિર ક્યારે તેણે બંધાવેલાં એની જાણ અભિલેખો પરથી થાય છે. એમાંની મુખ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org