________________
૩૫૫
અભિલેખેનું ઐતિહાસિક મહત્વ ઘણુ વિગતો આપેલી હોય છે, એ તે ધર્મસંપ્રદાય, ધર્મસ્થાને, ધર્મપુરુષે ને બ્રાહ્મણના ઈતિહાસ માટે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે.
મૌર્ય રાજા અશોકના અભિલેખમાં ધર્માનુશાસન ઉપરાંત ધર્મ–મહામાત્ર ની નિયુક્તિ, ધર્મ-સંપ્રદાય તરફનું ઉદાર વલણ, બ્રાહ્મણો તથા શ્રમણો તરફ સદ્વર્તાવ ઇત્યાદિનો ઉલ્લેખ આવે છે; વળી બૌદ્ધ સંધની અખંડિતતા, બૌદ્ધ તીર્થોની યાત્રા, બૌદ્ધ ધર્મગ્રંથોની ભલામણ તથા આજીવિકેને કરેલા ગુફાદાનની માહિતી આવે છે.
આગળ જતાં બૌદ્ધ સ્તૂપ, વિહારે અને ચૈત્યગ્રહના નિર્માણ તથા નિભાવને લગતા અનેક ઉલ્લેખ મળે છે. દા. ત. શામળાજી (જિ. સાબરકાંઠા) પાસે દેવની મોરીના ટીંબામાં મળેલા બૌદ્ધ સ્તૂપમાંના શૈલ-સમુગક (પથ્થરના દાબડા) પરના લેખમાં એ સ્તૂપના નિર્માણની તથા એ સમદનકની માહિતી આપી છે. ૨૧ વલભીના મૈત્રક રાજાઓનાં દાનશાસનમાં અનેક બૌદ્ધ વિહારોનો ઉલ્લેખ આવે છે. સૌરાષ્ટ્રની શૈલ–ઉકીર્ણ ગુફાઓમાં આવા અભિલેખ કોતરાયા ન હોઈ એના નિર્માણ વિશે કંઈ ચોક્કસ માહિતી મળતી નથી.
અસ્થિપાત્રો અને સ્તંભો પરના લેખેની જેમ પ્રતિમાઓ પરના લેખોમાંથી પણ બૌદ્ધ ચૈત્યગૃહો તથા પ્રતિમાઓ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ૨૩
અશકના અભિલેખામાં નિગ્રંથ (જૈન) તથા આજીવિક સંપ્રદાયના ઉલ્લેખ આવે છે. ઓરિસ્સાના ઉદયગિરિ–ખંડગિરિની ગુફાઓમાં રાજ ખારવેલ, એની પટરાણી વગેરેના લેખ કતરેલા છે, તે પરથી જૈન શ્રમણો માટે કંડારેલી એ ગકાઓના નિર્માણની માહિતી મળે છે. ૨૪ મથુરા પાસે મળેલી તીર્થકરોની અનેક પ્રતિમાઓ પર તે તે પ્રતિમા કરાવનારની માહિતી આપી છે.ર૫ ગુજરાત અને રાજસ્થાનમાં અનેક પ્રાચીન જૈન પ્રતિમાઓ પર આવા લેખ કતરેલા છે. ૨૪ અકોટા(વડોદરા)માં આવી અનેક ધાતુ-પ્રતિમાઓ મળી છે. ૨૭ ચાલુકય રાજા પુલકેશી ૨ જાના સમયમાં રવિકીતિએ કરાવેલા જિનાલયનો ઐહળ લેખ જાણુ છે.૨૭એ આબુ, શત્રુંજય, ગિરનાર વગેરે જૈન તીર્થોનાં મંદિરમાં મંદિર-નિર્માણ તથા પ્રતિમા–પ્રતિષ્ઠાને લગતા સંખ્યાબંધ લેખ કોતરેલા છે. મુખ્ય દેવાલયને ફરતી ભમતીમાંની દેવકુલિકાઓનું નિર્માણ કોના કેના શ્રેય અર્થે થયેલું તેને લગતા લેખ મળે છે. અમદાવાદમાં શેઠ હઠીસિંહે બંધાવેલા દેરાસરના નિમણને લગતા વૃત્તાંત ત્યાંના સંસ્કૃત શિલાલેખમાં ૨૮ તથા ગુજરાતી શિલાલેખમાં આપવામાં આવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org