________________
૩૪૬
ભારતીય અભિલેખવિદ્યા અભિલેખનું સિંહાવલોકન
ભારતના (અને એમાં વિશેષતઃ ગુજરાતના) પ્રાચીન સંખ્યાબંધ પ્રાકૃતસંસ્કૃત અભિલેખો પૈકીના કેટલાક અભિલેખોનો નમૂના તરીકે અહીં અભ્યાસ કર્યો. આ અભિલેખોમાં પદાર્થ તથા વિધ્યની દષ્ટિએ ઠીક ઠીક વૈવિધ્ય રહેલું છે.
એમાં મુખ્ય શિલાલેખ અને તામ્રપત્ર છે. શિલાલેખમાં કેટલાક શૈલલેખ છે–અશોકને શલાલેખ નં. ૨, ૧૨ અને ૧૩, મહાક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢ શૈલલેખ અને સ્કંદગુપ્તને જૂનાગઢ શૈલલેખ. કેટલાક સ્ત’ભલેખ છે-અશોક સ્તંભલેખ નં. ૨, બેસનગર ગરુડ સ્તંભલેખ, હુવિછકના સમયનો મથુરા સ્તંભલેખ, સમુદ્રગુપ્તને અલાહાબાદ સ્તંભલેખ, ચંદ્રગુપ્ત રજાના સમયનો મથુરા સ્તંભલેખ અને ભાનુગુપ્તના સમયની એરણ સ્તંભલેખ. કેટલાક ગુફાલેખ છે–ખારવેલનો ઉદયગિરિ હાથીગુફા લેખ અને ગૌતમીપુત્ર શાતકર્ણના નાસિક ગુફાલેખ.
કુમારગુપ્ત ૨ જાની મુદ્રા ધાતુની છે. કેટલાંક તામ્રપત્ર છે-હર્ષનું બાંસખેડા તામ્રપત્ર અને જયભટ ૪ થાનું કાવી તામ્રપત્ર.
જયસિંહદેવને દાહોદ શિલાલેખ અને તેજપાલને આબુ-દેલવાડા શિલાલેખ આ પથ્થર પર કોતરેલા લેખના નમૂના છે.
અશોકના અભિલેખોમાં શૈલલેખ નં. ૨ માં રાજાનાં પરમાર્થ કાર્યોનો વૃત્તાંત નેંધાયો છે. શૈલલેખ નં. ૧૨ માં એનું ધર્માનુશાસન છે, શિલાલેખ નં. ૧૩ માં કલિ ગયુદ્ધ નિમિત્ત અશોકને થયેલા હૃદયપલટાનું નિરૂપણ તથા ધર્માનુશાસન છે, તો સ્તંભલેખ નં. ૨ માં ધર્માનુશાસન (ધર્મોપદેશ) છે.”
કેટલાક અભિલેખ મંદિરનું નિર્માણ અને/અથવા મૂર્તિની પ્રતિષ્ઠા વિશે છે–બેસનગર ગરૂડ સ્તંભલેખ, ચંદ્રગુપ્ત ૨ જાના સમયની મથુરા સ્તંભલેખ, જયસિહદેવનો દાહોદ શિલાલેખ અને તેજપાલને આબુન્દેલવાડા શિલાલેખ. આમાંના છેલા બે લેખોમાં પ્રશસ્તિનો પણ સમાવેશ થાય છે. કેટલાક લેખ ગુફાઓના નિર્માણ અને/અથવા નિર્વાહને લગતા છે–ખારવેલને હાથીગુફા લેખ અને ગૌતમીપુત્ર શાતકણિના નાસિક ગુફાલેખ. હવિષ્કનો મથુરા સ્તંભલેખ પુણ્યશાલાના નિભાવ માટે કરાયેલા દ્રવ્યદાનને લગત છે. જૂનાગઢના બે શૈલલેખ જળાશયના બંધના જીર્ણોદ્ધાર વિશે છે.
સમુદ્રગુપ્તને અલાહાબાદ સ્તંભલેખ એની પ્રશસ્તિને માટે જ લખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org