________________
સોલંકી રાજ્યના શિલાલેખ
૩૪પ દેવને સક્રિય ફાળો હતો. એના પૂર્વજો છેક મૂલરાજ ૧ લાના સમયથી ચૌલુક્ય વંશના પુરોહિત હતા.૪૮ એણે બે મહાકાવ્ય રચ્યાં છે – “સુરત્સવ” અને કીર્તિકૌમુદી.” એમાંનું બીજું મહામાત્ય વસ્તુપાલની કીર્તિગાથા નિરૂપે છે. ‘ઉલ્લાઘરાઘવ” નાટકમાં તથા “રામશતક' નામે શતકકાવ્યમાં કવિએ રામનો મહિમા ગાય છે. એને “કર્ણામૃતપ્રપા” નામે સુભાષિત સંગ્રહ છે. ગિરનાર તથા શત્રુંજયની મંદિરનિર્માણને લગતી પ્રશસ્તિઓમાં સોમેશ્વર-કૃત શ્લેક ઉદાહત કરવામાં આવ્યા છે.૪૯ આગળ જતાં આ કવિએ ડભોઈના વેદ્યનાથ મહાદેવના મંદિરને લગતા શિલાલેખમાં ગુર્જરેશ્વર વીસલદેવની પ્રશસ્તિ કરી છે.૫૦
૭૪ શ્લોકોમાં રચેલી આ પ્રશસ્તિમાં સોમેશ્વરદેવ આર્યા, શાર્દૂલવિક્રીડિત, અનુષ્ણુભ, વસંતતિલકા, ઉપજાતિ, રદ્ધતા, ઇન્દ્રવજી અને મંદાક્રાંતા, શિખરિણી, સ્ત્રગ્ધરા, માલિની, શાલિની અને ઇંદ્રવંશા એવા ૧૩ છંદોને વત્તાઓછો ઉપયોગ કર્યો છે. એની રચનામાં યમક અને અનુપ્રાસ એ બંને શબ્દાલંકાર ઠેકઠેકાણે નજરે પડે છે. વળી ઉપમા, વિરોધ, રૂપક, પર્યાયક્ત, પ્રતીપ, શ્લેષ, કાવ્યવિંગ, વ્યતિરેક આદિ અર્થાલંકાર પણ પ્રયોજાયા છે. કેટલાક શ્લોકોમાં કવિની કલ્પનાવિહાર તથા કાવ્યોચિત નિરૂપણનો ચમકૃતિ જણાય છે, જ્યારે કેટલાકમાં પિષ્ટપેષણ અને અસંબંધતાય લાગે છે. છતાં એ કંદરે આ પ્રશસ્તિ કીતિકૌમુદીના કર્તાને શોભે તેવી રુચિર છે.
આ પ્રશસ્તિની નિતિ વિ. સં. ૧૨૮૭ ના ફાગણ વદિ ૩ ને રવિવારની છે. આ મિતિએ તારીખ કછ માર્ચ, ઈ. સ. ૧૨૩૦ હોવાનું સૂચવાયું છે.પ૧ આ તિથિ-વાર વિ. સં. ૧૨૮૭ ને વર્તમાન વર્ષ ગણ ગત વર્ષ ૧૨૮૬ લેતાં બંધ બેસે છે.
- તેજપાલ વિ. સં. ૧૨૭૬ માં ધવલકકક(ધોળકા)માં અમાત્ય નિમાયે હતો, જ્યારે ત્યાં ચૌલુક્ય રાણો વરધવલ રાજય કરતો હતો. આ મંદિર તેજપાલે વિ. સં. ૧૨૮૬(ગત)માં બંધાવ્યું. એને સ્થપતિ શોભનદેવ હતો.પર આ મંદિરના નિભાવ માટે આબુના રોજ સોમસિંહે એક ગામ દાનમાં દીધું.પ૩ વિ. સં૧૨૯૪ માં વિરધવલ પછી એનો પુત્ર વીસલદેવ ધોળકાનો રાણો થ. વિ. સં. ૧૨૯૬ માં વસ્તુપાલનું મૃત્યુ થતાં તેજપાલ મહામાત્ય નિમાયા. વિ. સં. ૧૩૦૦ માં અણહિલવાડમાં મૂલરાજ 1 લાના વંશનો અંત આવતાં વીસલદેવે ત્યાં જઈ ગુજરેશ્વરનું પદ ધારણ કર્યું. વિ. સં. ૧૩૦૪ માં તેજપાલ મૃત્યુ પામે. વિ. સં. ૧૩૧ સુધી પુરોહિત સોમેશ્વર હયાત હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org