________________
૩૪૪
ભારતીય અભિલેખવિદ્યા ભૂણિગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ અને લાવણ્યસિંહ એ દસ નામ આપેલાં છે.
દરેક હાથીની પાછળ એક એક ગોખલામાં કેટલીક ઊભી મૂતિઓ કંડારેલી છે. એમાં એ દરેક મૂર્તિની નીચે તે તે વ્યક્તિનું નામ કતરેલું છે. પહેલા ગોખલામાં ચંડપ અને એની પત્ની ચાંપલદેવીની, બીજા ગોખલામાં ચંડપ્રસાદ અને એની પત્ની ચાંપલદેવીની, ત્રીજા ગેખલામાં સેમ અને એની પત્ની સીતાદેવીની, ચોથા ગોખલામાં આસરાજ અને એની પત્ની કુમારદેવીની, પાંચમા ગોખલામાં લૂણિગ અને એની પત્ની લૂણદેવીની, છા ગેખલામાં માલદેવ અને એની પત્ની લીલાદેવી તથા પ્રતાપદેવીની, સાતમા ગોખલામાં વસ્તુપાલ અને એની પત્ની લલિતાદેવી તથા વેજલદેવીની, આઠમા ગેખલામાં તેજપાલ અને એની પત્ની અનુપમદેવીની, નવમા ગોખલામાં ચૈત્રસિંહ અને એની પત્ની જેતલદે, જમણ દે તથા રૂપાદેની અને દસમા ગોખલામાં સુહડસિંહ અને એની પત્ની સુહડાદે તથા સલખણાની મૂર્તિ છે. ઉપરાંત પહેલા ગોખલામાં ઉદયપ્રભસૂરિ તથા વિજયસેનસૂરિની મૂર્તિઓ પણ છે. ૪૫
લે. ૬૬-૬૭ માં કવિએ વસ્તુપાલ-તેજપાલનાં સુકૃતો(પુણ્યકા)ની સુંદર પ્રશસ્તિ કરી છે.
લે. ૬૯-૭૦ માં નાગેન્દ્ર ગચ્છના મહેન્દ્રસૂરિથી માંડીને વિજયસેનસૂરિ ની ગુરુશિષ્ય પરંપરા ગણાવી છે. એ સૂરિઓ ચંડપથી માંડીને વસ્તુપાલ-તેજપાલના કુલગુરુઓ હતા. તેજપાલે બંધાયેલા આ મંદિરમાં નેમિનાથની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હસ્તે થઈ. એ સૂરિ વિદ્વાન હતા. તેઓ ન્યાયશાસ્ત્રમાં વિશારદ હતા. સમકાલીન લેખકોએ એમની કવિત્વની પ્રશંસા કરી છે. એમણે અપભ્રંશમાં રેવંતગિરિ રાસુર નામે કાવ્ય રચેલું, વસ્તુપાલની ગિરનારની સંઘયાત્રાના પ્રસંગે.૪૬ એમના પટ્ટશિષ્ય ઉદયપ્રભસૂરિ હતા. એમણે વસ્તુપાલની સંઘયાત્રા નિરૂપતું “ધર્માભ્યદય” અથવા “સંઘપતિચરિત્ર' નામે મહાકાવ્ય રચ્યું છે. વળી વસ્તુપાલની પ્રશસ્તિરૂપે “સુકૃતકીર્તિ કલેલિની' અને “વસ્તુપાલ–સ્તુતિ નામે બે પ્રશસ્તિકાવ્ય પણ રચ્યાં છે.૪૭
આ સુંદર વિસ્તુત પ્રશસ્તિ રચનાર કવિ સોમેશ્વરદેવ ગુર્જરેશ્વર-પુરોહિત તરીકે જાણીતો છે. એ ચૌલુક્ય રાજાઓને કુલપરંપરાગત પુરોહિત હતા. અણહિલવાડના ચૌલુક્ય રાજા ભીમદેવ પાસેથી ધોળકાના ચૌલુક્ય રાણું વીરધવલ પાસે વસ્તુપાલ-તેજપાલની મહામાત્ય તરીકે નિયુક્તિ કરાવવામાં સોમેશ્વર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org