SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ભારતીય અભિલેખવિદ્યા ની ધી (બુદ્ધિ, પણ જાણે તિરસ્કૃત થતી હતી. તેવો લૂચ્ચિ ગુણવાનમાં કવિદો વડે પહેલાં જ સચિવ ગણાય છે. ૯ એનો અનુજ (નાનો ભાઈ) મલદેવ જેણે મલિદેવનો આશ્રય લીધો છે તે મંત્રીઓમાં ઉત્તમ હતો. એની બુદ્ધિ શમસંપન્ન હાઈ બોજાઓનાં ધન અને પત્નીઓમાં લુબ્ધ નહતી. ૧૦ ધમંવિધાનમાં, જગતનાં છિદ્ર ઢાંકવામાં, અને ભેદ પામેલાનું સંધાન (સાંધણુ) કરવામાં વિધાતાએ મલદેવનો પ્રતિમલ્લ (પ્રતિસ્પધી) સર્યો નથી. ૧૧ નીલ જલદ(વાદળ)ના સમૂહમાંથી મુક્ત થયેલાં ચંદ્રકિરણોને હડસેલતા, મલદેવના થશે હસ્તિમલે(દિગ્ગજોના દતનાં કિરણોને ગળેથી પકડ્યાં છે. ૨૫ ૧૨ એ જિતેન્દ્રિયનો અનુજ વસ્તુપાલ જ્ય પામે છે, જે સારસ્વત અમૃત વડે અદ્ભુત હર્ષની વર્ષા કરે છે ને જે સુકૃતવાળો વિદાનના લલાટમાં લખાયેલા દુઃખના અક્ષર ભૂંસી નાંખે છે. ૧૩ ચુલુકા(ચૌલુક્ય)ના સચિવામાં તથા કવિઓમાં પ્રવર એવો એ કદી શ્રીકરણ(આવકખાતા)માં કે કાવ્યકરણ(કાવ્યરચના)માં અર્થહરણ ૬ કરતો નથી. ૧૪ એનો નાનો ભાઈ મંત્રિરાજ તેજપાલ હતું, જે સ્વામીના તેજપુજનું પાલન કરે છે, જેનાથી દુરાચારીઓ ગભરાય છે ને જેની કીર્તિ વિશ્વમાં ભ્રમણ કરે છે. ૧૫ જેના ઉદર–કંદરમાં ત્રણે લોકનાં સૂત્ર૨૭ રહેલાં છે : તેવા તેજપાલનું અને વિષ્ણુનું સ્વરૂપ કેણુ નિરૂપી શકે ! ૧૬. ને તેઓને જાદુ, માઊ, સાઊ, ધનદેવી, સોહગા, વયજુકા અને પદ્મલદેવી, નામે ક્રમશઃ સાત સેદરી(સહોદરી)ઓ ૨૮ હતી. ૧૭ અશ્વરાજના આ પુત્રો ખરેખર એક ઉદરમાં વાસ કરવાના લોભથી પૃથ્વી પર પુનઃ આવેલા દશરથના પુત્રો જ છે ૧૮ તેજ:પાલથી સમેત આ વસ્તુપાલ, માધવ (વૈશાખ)થી સમેત મધુ(ચૈત્ર)ની જેમ, કેના હૃદયને આનંદ આપતો નથી ? ૧૯ જાણે કે “ માર્ગમાં કદી એકલા ન જવું' એ સ્મૃતિ વચનને યાદ કરતા એ બે સાદર જેમાં મેહ રૂપી ચેરને સામને કરવો મૂશ્કેલ છે તેવા ધર્મમાર્ગમાં સાથે પ્રવૃત્ત (રહે) છે ૨૦ યુગ (ધુરા) જેટલા લાંબા બે બાહુવાળા એ સહદરોનું યુગ યુગલ) સદા ઉદય પામે, જે નિષ્પા૫ યુગલે ચતુર્થ યુગ(કલિયુગ)માં પણ કૃતયુગ(સત્યયુગ)નું આગમન કરાવ્યું છે. ૨૧ જેઓની ક્રાંતિથી આ મહીમડલ ખરેખર મુક્તામય (મતી-રૂપ) ભાસે છે તે બે સહોદરોનાં શરીર લાંબે સમય મુક્તામય (આમય રોગથી મુક્ત) રહો. ૨૨. એક (દેહ)માંથી જ બે હાથ ઉત્પન્ન થયા હોય છે તો પણ તેમાંનો એક વામ(ડાબો) હોય છે, પરંતુ દક્ષિણ (પ્રામાણિક) એવા આ બે સહેદરામાં એક પણ વામ (દુથરિત) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy