________________
સોલંકી રાજ્યના શિલાલેખે
૩૩૭
નથી. ૨૩. પૃથ્વીને સર્વતઃ ધર્મસ્થાનોથી અંકિત કરતા આ બંધુ-યુગલે કલિ(યુગ)ના ગળે જોરથી પગ મૂક્યો છે. ૨૪
હવે ચૌલુક્ય (સેલી) વીરેના વંશમાં અર્ણોરાજ નામે વિખ્યાત શાખાઅલંકારરૂપ તેજસ્વી પુરુષ થયે ૨૫. તેના પછી લવણપ્રસાદે પૃથ્વી પ્રાપ્ત કરી. એને પ્રતાપ અંતરિત નહતો. એણે શત્રુઓને સંહાર કર્યો હતો. સ્વર્ગનદી(ગંગા)ના જલથી પ્રક્ષાલિત શંખ જેવી શુભ્ર (ઉજજવલ) જેની કીર્તિ લવણસાગરની પાર પહોંચી છે. ૨૬ દશરથ અને કકુસ્થ સરખા એનામાંથી વીરધવલ થયું. એણે પ્રતિપક્ષી રાજાઓના સૈન્યને નાશ કર્યો હતો. એના યશનું પૂર પ્રસરતાં કામથી પીડિત મનવાળી અસાધ્વી સ્ત્રીઓની અભિસરણકલા વિશેની કુશળતા ભાગી ગઈ. ૨૭ એ સુકૃતી ચૌલુક્ય વીરધવલ જે બે મંત્રીઓને ઉદેશી પ્રલાપ કરતા કાનફૂસિયાઓની વાતને કાનમાં લેતા નહિ, તે બેએ પોતાના સ્વામીના રાજ્યને ઘણા અભ્યદયથી રુચિર કર્યું ને એની હવેલીના આંગણામાં અશ્વોના તથા ગજેના સમૂહ બંધાવ્યા. ૨૮ જાનુ સુધી પહોંચતા બે ભુજની જેમ તે બે મંત્રીઓ વડે આ રાજા લક્ષ્મીને સુખે ભેટે છે એમ જાણું છું. ૨૯
હવે ગોરી(પાર્વતીના વર(શિવ)ના શ્વસુર (હિમાલય) પર્વતમાંથી ઉત્પન્ન થયેલો આ અબુંદ (આબુ) છે, જે પર્વતસમૂહની ટોચ રૂપ છે, અને જે (શિવનો) સાળો ઘનરલ જટાવાળા ઉત્તમાંગ(ભરતક)માં ગંગાને ધારણ કરતો શશિધર(શિવ)ને અભિનય કરે છે. ૩૦ ક્યારેક અહીં સુંદરીઓને વિહાર કરતી નીરખીને મોક્ષની આકાંક્ષાવાળામાં પણ રતિ પ્રસરે છે, (તો) કયાંક મુનિઓ વડે ઈશ્કેલી તીર્થ-વિથી જોઈને અધીર ચિત્તવાળાની પણ બુદ્ધિ સંસારથી વિરક્ત થાય છે. ૩૧ શ્રેયથી શ્રેષ્ઠ એવા વશિષ્ઠના હેમાગ્નિકુંડમાંથી માર્તડ(સૂર્ય)ના તેજથી અધિક દેહનું તેજ ધારણ કરતો કઈ નર પ્રગટ થયું. તે પર(શત્રુ)મારણમાં અનન્ય રસ ધરાવશે એમ માનીને શ્રુતિના આધારરૂપ એમણે (વશિષ્ઠ) તેને “પરમાર નામ આપ્યું ને તેનો વંશ તે નામનો થ. ૩૨
તે નૃવંશમાં પ્રથમ ઘૂમરાજ થયો, તે પૃથ્વી પરનો ઇન્દ્ર હતો, જેણે બંને પક્ષના ઉચ્છેદની વેદનામાં ભૂભૂતિને અભિજ્ઞ કર્યા.૩૦ ૩૩ તેનામાંથી ધંધુક, ધ્રુવ ભટ વગેરે થયા, જે શોના ગજસમૂહને જીતતા હતા, ને જેઓના કુલમાં કામદેવને જિતનાર રામદેવ નામે મનોહર પુરુષ જ . ૩૪ સ્વર્ગ–પૃથ્વીના કંદરમાં રહેલી કીર્તિનાં મોજાંથી લિપ્ત થતા ચંદ્રના તેજવાળા તે (રાજા)ને
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org