________________
૨૮૮
ભારતીય અભિલેખવિદ્યા ગો પરાજના વંશનું નામ તેમજ એના પિતામહના નામનો મુખ્ય શબ્દ શ્લો. ૧ ના ખંડિત ભાગમાં લુપ્ત થયેલ છે. પિતાનું નામ માધવરાજ હતું. ગે પરાજ ભાનુગુપ્તના રાજ્યને કોઈ અધિકારી હશે, પણ એની વિગત અહીં આપવામાં આવી નથી.
ભાનુગુપ્ત એ મગધના ગુપ્ત વંશના રાજા હતો. એની પહેલાં બુધગુપ્ત ઈ. સ. ૪૯૫ સુધી રાજ્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બંગાળામાં ઈ. સ. ૫૦૭ માં ચૈત્યગુપ્ત રાજ્ય કરતા હતા. ૪૩ ઉ. પ્ર. માં વળી પુરગુપ્તના વંશજ રાજ્ય કરતા લાગે છે.
એરણમાં બુધગુપ્તના સમયમાં ઈ. સ. ૪૮૪ માં મહારાજ માતૃવિષ્ણુએ વિષ્ણુને વજસ્તંભ ઊભો કરાવ્યો હતો.૪૪ દૂણ મહારાજાધિરાજ તોરમાણના સમયમાં ધન્યવિષ્ણુએ ત્યાં વરાહાવતારનું મંદિર બંધાવ્યું ત્યારે માતૃવિષ્ણુ સ્વર્ગસ્થ હતો ને ત્યાં એ દૃણ રાજાનું શાસન પ્રવર્તતું હતું૪૫ આ પરથી ભાનુગુપ્તનું યુદ્ધ દણ રાજા તોરમાણ સાથે થયું હોવું જોઈએ ને એ યુદ્ધમાં ભાનુગુપ્તના પક્ષે રહી લઢતાં ગપરાજ વીરગતિ પામ્ય લાગે છે. એની યાદગીરીનો લેખ અહીં સ્તંભ પર કોતરાયો છે. આ પ્રકારના વીર–સ્મારક લેખને આ સહુથી પ્રાચીન જ્ઞાત નમૂનો છે.
આ લેખનું બીજુ મહત્ત્વ એ છે કે એમાં યુદ્ધ કરતાં મૃત્યુ પામેલા વીરની પાછળ સતી થતી સ્ત્રીનો ઉલ્લેખ આવે છે એ પણ અભિલેખોમાં આવતો સહુથી પ્રાચીન જ્ઞાત ઉલ્લેખ છે. ભારતમાં પતિની પાછળ અગ્નિપ્રવેશ કરી સ્ત્રી અનુકરણ અંગીકાર કરે એને “સતી થવાનું કહે છે. અહીં ગે પરાજની પત્નીનાં નામ, પિતૃકુલ વગેરેની વિગત આપી નથી.
આમ સ્મારક લેખ તરીકે આ સ્તંભલેખમાં બે મહત્ત્વની ઘટનાઓ નોંધવામાં આવી છે. ૬. કુમારગુપ્ત ૨ જાને કે ૩ જાને ભિતરી મુદ્રા-લેખ १. सर्व - राजोच्छेत्तु - पृथिव्यापप्रतिरथस्य महाराज-श्रीगुप्त - प्रपौत्रस्य
महाराज-श्रीघटोत्कच - पोत्वस्य महा - २. राजाधिर []ज-श्रीचन्द्रगुप्त-पुत्त्रस्य लिच्छवि-हौहित्रस्य महादेव्यां[i] कुमार
देव्यामुत्पन्नस्य महाराजाधिराज -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org