________________
૨૮૧
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ૨૮. ઉર્વભૂમિવ મતિ પુરસ્ય મૂર્ખિ [૬]
••• .. .
..]. ... ... ...દ્ધવિહૃપમા વિઝાનતે.. ... ... ... [૫] [૪૭]
“સિદ્ધમ (સિદ્ધિ થાઓ). જેમણે દેવાધિપતિ(ઈન્દ્ર)ના સુખ અર્થે, લાંબા કાલથી અપહરણ કરાયેલી અને જેનો ભોગ (સહુને) પ્રિય છે તેવી લક્ષ્મીને બલિ પાસેથી પાછી લીધી, જે કમલમાં રહેલી લક્ષ્મીનું શાશ્વત ધામ છે, જે આપત્તિને છતી લે છે અને જે અત્યંત જિષ્ણુ (જય–શીલ) છે તેવા વિષ્ણુ જય પામે
“તે પછી નિત્ય જીતે છે, લક્ષ્મીથી આલિંગિત છાતીવાળા પિતાના બાહુથી જેમણે પરાક્રમ કર્યું છે અને જે અભિમાન અને ગર્વથી ઊંચી ફણા કરેલા રાજાઓ રૂપી સને નિવિપ કરનાર પ્રતિકૃતિ ગરુડની આજ્ઞાના અવકર્તા હતા તેવા રાજા અને રાજાધિરાજ (૨), રાજાના ગુણોનું સ્થાન, વિશાળ શ્રી (કીર્તિ)વાળા, અને જયારે પિતા દેવોની મૈત્રી પામ્યા (અર્થાત્ સ્વર્ગસ્થ થયા) ત્યારે પોતાની શક્તિથી શત્રુઓને નમાવીને, ચાર સમુદ્રનાં જલથી સીમિત અને સમૃદ્ધ સીમાન્ત દેશવાળી પૃથ્વીને જેમણે પિતાને વશ કરી તેવા કંદગુપ્ત (૩). જેમને યશ જેના ગર્વનો સમૂળગો નાશ થયો છે તેવા શત્રુઓ પણ સ્વેચ્છ દેશમાં પ્રસારે છે તેવા તેમને જય થયો જ છે (૪). ક્રમશઃ બુદ્ધિથી સારી રીતે વિચારીને અને ગુણો તથા દોષોના સકળ હેતુઓનું ચિંતન કરીને, લક્ષ્મીએ સર્વ નરેન્દ્ર-પુત્રીને મૂકીને જેમને પસંદ કર્યા (૫), તે રાજા રાજ્ય કરે છે ત્યારે પ્રજાજનેમાં ધર્મથી દૂર થયેલે, આર્ત, દરિદ્ર, વ્યસની (સંકટગ્રસ્ત), લેબી, દંડપાત્ર કે અતિપીડિત હોય તેવો કઈ મનુષ્ય છે જ નહિ (૬).
આ રીતે સમગ્ર પૃથ્વીને જીતીને અને શત્રુઓના દર્પનું ખંડન કરીને, સર્વ દેશ(પ્રદેશ)માં ગોપ્તા (રાજ્યપાલ) નીમીને એમણે બહુ રીતે ચિંતન કર્યું (૭): કેણ અનુરૂપ, અતિમાન, વિનીત, મેધા અને સ્મૃતિના ભાવથી શ્રુત નહિ તે, સત્ય આર્જવ ઔદાર્ય અને નયથી યુક્ત, માધુર્ય દાક્ષિય અને યશ ધરાવતો (2), ભક્ત (પરાયણ), અનુરક્ત, મનુષ્યના વિશેષ ગુણોથી યુક્ત, સર્વ કપટોથી વિશુદ્ધ એવી બુદ્ધિવાળો, આકૃણ્ય(ઋણમુક્તિ)ના ભાવથી જેનો અંતરાત્મા યુક્ત છે તેવો સર્વ લોકતા હિતમાં કેણ પ્રવૃત્ત હોય ? (૯) અર્થ(સંપત્તિ)ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org