SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ તીવ્ર વિદગ્ધ મતિ વડે એણે દેના ગુરુ બૃહસ્પતિ)ને અને સંગીતના સુંદર પ્રયોગો વડે તુમ્બુરું નારદ વગેરેને લજિત કર્યા છે. વિદાન જનોની ઉપજીવિકાનું સાધન બને તેવી અનેક કાવ્યક્રિયાઓ (રચનાઓ) વડે એને માટે કવિરાજ’ શબ્દ પ્રતિષ્ઠિત થયો છે. લાંબા કાલ લગી સ્તુતિ કરવા યોગ્ય અનેક અદ્ભુત ઉદારચરિતવાળો છે. માત્ર લેકસમય(દુનિયાની રીતરસમ)ની ક્રિયાઓના અનુવિધાનની બાબતમાં જ એ માનુષ છે. (બાકી) લેકમાં રહેલ દેવ છે. એ મહારાજ શ્રી ગુપ્તને પ્રપૌત્ર, મહારાજ શ્રી ઘટોત્કચને પૌત્ર, મહારાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્તનો પુત્ર, લિચ્છવિનો દૌહિત્ર અને મહાદેવી કુમારદેવી વિશે ઉત્પન્ન થયેલ છે. એને યશ, જે દાન, બાહુબલ, પ્રથમ અને શાસ્ત્રવચન-કુશળતા વડે ઉપરાઉપરી સંચિત થઈ ઊંચે ચઢે છે ને અનેક માગ ધરાવે છે, તે પશુપતિ(શિવ)ની જટારૂપી ગુફાની અંદર પુરાઈ રહી છૂટકારો મેળવવામાં શીધ્ર એવા ગંગા નદીના શ્રત જળની જેમ ત્રણે લોકને પવિત્ર કરે છે (શ્લ. ૯). “ને એ જ ભટ્ટારક–પાદના દાસ, સમીપે ફરવાના અનુગ્રહ વડે જેની મતિ. ખીલી છે તેવા, ખાદ્યટપાકિક, મહાદંડનાયક ધ્રુવભૂતિના પુત્ર, સાધિવિગ્રહિક, કુમારામાત્ય, મહાદંડનાયક, હરિનું આ કાવ્ય સર્વ ભૂતોના હિત અને સુખ માટે હ. પરમભકારકના પાદનું ધ્યાન ધરનાર મહાદંડનાયક તિલભટ્રકે આનો. અમલ કર્યો.” આ લેખ સંસ્કૃતમાં અંશતઃ પદ્યમાં અને અંશતઃ ગદ્યમાં લખાય છે. કાવ્યશૈલીમાં રચાયેલો આ લેખ હરિષણ નામ કવિની કૃતિ છે. એ કવિ સાંધિવિગ્રહિક (સંધિ અને વિગ્રહ ખાતાના અધિકારી), કુમારામાત્ય (અમાત્ય તરીકે કામ કરતો રાજકુમાર અથવા રાજકુમારનો મંત્રી) અને મહાદંડનાયક (મુખ્ય સેનાપતિ)ના ઉચ્ચ અધિકાર ધરાવતા. - તિલકભટ્ટ પણ મહાદંડનાયક હતો. એણે આ પ્રશસ્તિ શિલાતંભ પર કતરાવી લાગે છે. આ સ્તંભલેખ ફલીટ સંપાદિત “Corpus Incriptionum Indicarum” ના ગ્રંથ ૩ માં પ્રકાશિત થયા છે.૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy