________________
૨૬૮
-
ભારતીય અભિલેખવિદ્યા
છે. પિતાના બાહુબળનું પરાક્રમ એ એને એકમાત્ર બંધુ છે. એ પરાક્રમાંક૨૦ છે. પરશુ, બાણ, શંકુ, શક્તિ, પ્રાસ, અસિ, તોમર, ભિન્દિપાલ, નારાચ, વૈતસ્તિક આદિ અનેક આયુધો વડે પડેલા સેંકડો તીવ્ર ઘાનાં ચિહ્નોની શોભાના સમુદયથી એનું શરીર વધુ કાંતિમાન થયું છે.
કસલને મહેન્દ્ર, મહાકાન્તારને બેઘરાજ, કૌરાળને મચ્છરાજ, પિષ્ટપુરને મહેન્દ્રગિરિ, કેરનો સ્વામિદત્ત, એરડુપો દમન, કાંચીને વિષ્ણુગોપ, અવમુક્તને નીલરાજ, વેંગીને હસ્તિવર્મા, પલકનો ઉગ્રસેન, દેવરાષ્ટ્રનો કુબેર, કુસ્થલપુરને ધનંજય વગેરે દક્ષિણાપથના સર્વ રાજાઓને પકડીને છોડી મૂકવાના અનુગ્રહથી ઉદ્દભવેલા પ્રતાપ(યશ)થી એનું મહાભાગ્ય મિશ્ર થયું છે. રુદ્રદેવ, મહિલ, નાગદત્ત, ચંદ્રવમ, ગણપતિનાગ, નાગસેન, અર્ચ્યુત, નંદી, બલવમ આદિ આર્યાવર્તના અનેક રાજાઓનું જબરજસ્ત ઉમૂલન કરીને વધેલા પ્રભાવથી એ મહાન () છે. એણે સર્વ આટવિક (અટવીના) રાજાઓને પરિચારક બનાવ્યા છે. સમતટ, ડવાક, કામરૂપ, નેપાલ, કતૃપુર આદિના સીમાન્ત રાજાઓ વડે તથા માલવ, અર્જુનાયન, યૌધેય, માદ્રક, આભીર, પ્રાર્જુન, સનકાનીક, કાક, ખરપરિક આદિ વડે સર્વ કર આપીને અને આજ્ઞા માનીને તથા પ્રણામ માટે આવીને એનું પ્રચંડ શાસન પરિતોષિત થયું છે. રાજ્યભ્રષ્ટ કરાયેલા અને નષ્ટવંશવાળા અનેક રાજાઓને (પુન:) પ્રતિષ્ઠિત કરીને એણે અખિલ જગતમાં ફરતો શાંત યશ મેળવ્યો છે. દેવપુત્રો, પાહિઓ, પહાનુપાતિઓ, શક અને મુરુડો વડે તથા સૈહળકે આદિ સર્વ દ્વીપવાસીઓ વડે આત્મનિવેદન(શરણાગતી), કન્યારૂપી ભેટનું દાન, પોતાના પ્રદેશના ભોગવટા માટે (સમુદ્રગુપ્તના) ગરુડાંકિત (ગરુડચિહ્મમુદ્રાંકિત) શાસનની યાચના વગેરે ઉપાયો વડે સેવા કરીને પ્રસરેલા બાહુબળ વડે એણે પૃથ્વીને બાંધી છે. પૃથ્વી પર એ પ્રતિરથ(પ્રતિસ્પધી)વિનાનો છે.
સેંકડે સુચરિતોથી અલંકૃત અનેક ગુણોના ગણ(સમૂહ)નાં ઉસિંચનો વડે એણે અન્ય રાજાઓની કીર્તિને પગના તળિયામાંથી ભૂસી નાખી છે. એ સાધુ(સજજન)ના ઉદય તથા અસાધુ(દુર્જન)ના નાશના હેતુરૂપ અચિંત્ય પુરુષ છે. એને માત્ર ભક્તિ અને અવનતિ (પ્રણામ) વડે જ ગ્રહણ થાય તેવું મૃદુ હદય છે. એ અનુકંપાવાળો છે. એ લાખો ગાયોને દાતા છે. કૃપણ (નીચ), દીન, અનાથ અને પીડિત જનનો ઉદ્ધાર કરવાના મંત્રની દીક્ષા વડે એનું મન વ્યાપ્ત છે. એ ઉજજવલ મૂર્તિમંત કાનુગ્રહ છે. એ ધનદ (કુબેર), વરુણ, ઈન્દ્ર અને અન્તક (યમ) સમાન છે. એના બાહુબળથી જિતાયેલા અનેક નૃપોના વિભવને પાછો આપવામાં એના આયુક્ત પુરુષો (અધિકારીઓ) હંમેશાં રોકાયેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org