________________
૨૭e
ભારતીય અભિલેખવિદ્યા
પહેલા આઠ ગ્લૅકેનો ઘણે ભાગ ખંડિત છે. બ્લેક ૩ માં સમુદ્રગુપ્તના કવિત્વની પ્રશંસા છે. બ્લેક ૪ માં જણાવ્યા મુજબ સમુદ્રગુપ્તની ઉત્તરાધિકારી તરીકે પિતાએ પસંદગી કરી હતી. શ્લેક ૭ માં જણાવેલા અચુત વગેરે ત્રણ રાજાઓના ઉલ્લેખ આગળ ગદ્યમાં પણ આવે છે. કેત’ એ કુલનું નામ છે, પણ અહીં એ કુલની કઈ વ્યકિત ઉદિષ્ટ છે એ જાણવા મળતું નથી. સમુદ્રગુપ્ત એને પુષપુર(પાટલિપુત્ર)માં નાની વયમાં વશ કર્યો લાગે છે. પાટલિપુત્ર (હાલનું પટના) મગધનું પાટનગર હતું.
૫. ૧૭-૩૦ માં એક લાંબુ સળંગ વાક્ય એ છે. આવું લાંબુ વાક્ય ગદ્યકાવ્યનું એક પ્રચલિત લક્ષણ હતું. આ વાક્ય દ્વારા કવિએ સમુદ્રગુપ્તના ગુણોની, એનાં પરાક્રમની તથા એની સાંસ્કૃતિક સિદ્ધિઓની સુંદર પ્રશસ્તિ કરી છે.
સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત ૧ લાનો અને કુમારદેવીનો પુત્ર હતો. કુમારદેવી લિચ્છવિ કુલની હતી. ચંદ્રગુપ્ત ૧ લાએ લિઋવિઓ સાથે સંબંધ બાંધે, ત્યાર પછી
આ ગુપ્ત રાજ્યનો અભ્યદય થયો હતો. એની પહેલાંના બે રાજા માત્ર “મહારાજ', ન હતા, જ્યારે ચંદ્રગુપ્ત મહારાજાધિરાજ' હતા. એમાં સમુદ્રગુપ્ત તો ઘણો પ્રરાક્રમી નીવડ્યો. આથી એ પરાક્રમાંક' તરીકે નામાંકિત થયે.
અહીં એનાં પરાક્રમોનું વિગતવાર નિરૂપણ કરેલું છેઃ
(૧) પહેલાં એણે દક્ષિણાપથનાં રાજ્યો પર વિજયકૂચ કરી એના રાજાઓને પકડી વશ કર્યા ને પછી સામંત બનાવી છોડી મૂકયા. એમાં ૧૨ રાજાઓ ગણાવ્યા છે. કેસલ એ દક્ષિણ કેસલ છે, જે મધ્યપ્રદેશના રાયપુર–સંબલપુરબિલાસપુર વિભાગમાં આવ્યો હતો. એનું પાટનગર શ્રીપુર હતું. મહાકાંતાર એ અરયપ્રદેશ છે. કૌરાળ એ ગોદાવરી જિલ્લા(આંધ્ર પ્રદેશ)ના એલુર પાસેનું કે લેર સરોવર હોવું સંભવે છે. કોટટૂર પ્રાય: મહેન્દ્રગિરિ (જિ ગંજામ) પાસેનું કાફૂર છે. પિષ્ટપુર એ ગોદાવરી જિ૯લામાંનું હાલનું પિઠાપુરમ છે. વિષ્ણુગોપ એ પલ્લવ વંશને રાજા હતો. કાંચી એ હાલનું કાંજીવરમ (તમિળનાડ) છે. હસ્તિવર્મા એ બેંગીનો શાલંકાયન વંશનો રાજા છે. વૃંગી એલુર (જિ. ગોદાવરી) પાસે આવેલું પોંગી છે. પલક નેલ્લેર (આંધ્ર પ્રદેશ) જિલ્લાનું પલક્કડ હશે. દેવરાષ્ટ્ર વિશાખાપટમ જિલ્લાને યેલ્લમંચિલી ભાગ છે. કુસ્થલપુર ‘ઉત્તર આર્કોટ જિલ્લાનું મુત્તલૂર હશે. ૨૨ એરંડપલ્લ ગંજામ કે વિશાખાપટમ જિલ્લામાં હશે. આ બધાં રાજય દક્ષિણ ભારતના પૂર્વ ભાગમાં આવેલાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org