________________
ર૫૧
મહત્વના પ્રાકૃત અભિલેખ ગૌતમી બલશ્રીએ પૌત્ર વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના રાજ્યકાળ દરમ્યાન નાસિકમાં એક ગુફાનું દાન દીધેલું.૫૫ ત્યારે એ “મહારાજ-પિતામહી” હતાં.
ગૌતમીપુત્ર શાતકણિને આ ગુફાલેખ “Select Inscriptions” માં પ્રકાશિત થયેલ છે."
આ લેખ પણ પ્રાકૃત ભાષામાં છે. એમાં ગુફા કરાવ્યાની નહિ, પણ ગુફામાં રહેતા સાધુઓને આપેલા ભૂમિદાનની હકીકત આપેલી છે. આ ગુફા જે ડુંગરમાં આવેલી છે, તેમાં આવી બીજી ગુફાઓ પણ છે. એને હાલ પાંડવોની ગુફાઓ કહે છે, પરંતુ એ ખરેખર બદ્ધ ગુફાઓ છે. આ પર્વતને ત્યારે ત્રિરશ્મિ' કહેતા.૫૭ વહીવટી વિભાગનું વડું મથક ગોવર્ધન હતું; ને ત્યારે એને વહીવટ વિષ્ણુપાલિત નામે અમાત્ય કરતો.
દાનમાં આપેલું ક્ષેત્ર ૨૦૦ નિવર્તનના માપનું હતું. નિવર્તન એ અમુક હસ્ત લાંબા અને એટલા હસ્ત પહોળા ક્ષેત્રના ક્ષેત્રફળનું એકમ હતું. જુદા જુદા સમયે ને જુદા જુદા પ્રદેશમાં એનું ક્ષેત્રફળ ઓછું વડું ગણાતું. આથી નિવર્તન એટલે ૩૦૦૪૩૦૦ હસ્ત (લગભગ ૪છું એકર) કે ૨૧૦૪૨૧૦ હસ્ત (લગભગ ૨ એકર), ૨૪૦૪૨૪૦ હસ્ત (લગભગ ૩ એકર), ૨૦૦૪૨૦૦ હસ્ત (લગભગ ૨ એકર) કે ૧૨૦ X ૧૨૦ હસ્ત (લગભગ 3 એકર), ૧૧૨૮૧૧૨ હસ્ત (લગભગ ૩ એકર) કે ૧૪૦૪૧૪૦ હસ્ત (લગભગ ૧ એકર) કે ૧૦૦x૧૦૦ હસ્ત (લગભગ ૩ એકર)-એવાં જુદાં જુદાં માપ મળે છે.પ૮ આ દાન બૌદ્ધ ભિક્ષુઓને આપવામાં આવેલું.
જ્યારે ભૂમિદાન દેવામાં આવતું ત્યારે એની સાથે કેટલાક પરિહાર આપવામાં આવતા. આ ક્ષેત્રમાં ભટ (સૈનિક) વગેરેએ પ્રવેશ કરવાને નહિ, રાજપુરષો વગેરેએ અવમર્શ (બધા) કરવાને નહિ, એમાં લવણ ખોદવાનું નહિ,૫૯ રાષ્ટ્રના અધિકારીઓએ એને વહીવટ કરવાને નહિ ને સર્વ જાતિઓએ એને પરિહાર (ત્યાગ) કરવાને.
ભૂમિદાનની હકીકત શાસન(દસ્તાવેજોમાં લખીને આપવામાં આવતી ને એની સાથે આ પરિહાર જણાવવામાં આવતા.
રાજાએ ભૂમિદાનને લગતું આ શાસન મૌખિક રીતે ફરમાવેલું. એ પરથી અમાત્ય શિવગુતે એનો લેખ ઘડ્યો, રાજાએ એ તપાસી લીધો ને તાપસ નામે સલાટે એને કેતર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org